Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નીતિશકુમાર તકવાદી અને સ્વાર્થી છે : તેજસ્વી યાદવ

બિહારમાં સત્તારુઢ મહાગઠબંધનમાં સામેલ પક્ષોના નેતાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવારને લઇને શરૂ થયેલા વિવાદે દિન પ્રતિદિવ વધુ ગંભીર વળાંક લઇ લીધો છે. આરજેડી વડા લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે હવે સોશિયલ મિડિયા ઉપર કાર્યક્રમ દિલ કી બાતમાં નીતિશ પર આકરા પ્રહાર કર્યા છે. દિલ કી બાતમાં નીતિશકુમારને તકવાદી અને સ્વાર્થી ગણાવીને તેજસ્વીએ રાજકીય ઉત્તેજના જગાવી છે. નીતિશની સાથે સાથે તેજસ્વીએ કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર પણ પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતની જેમ જ લાલૂના નાના પુત્ર તેજસ્વીએ દિલ કી બાત કાર્યક્રમની શરૂઆત કરી છે. દિલ કી બાત કાર્યક્રમમાં બોલતા તેજસ્વીએ કહ્યું હતું કે, અમે તકવાદી વલણથી નાના મોટા લાભ હાસલ કરી શકીએ છીએ. સરકારો બની શકે છે અને પાડી શકીએ છીએ પરંતુ ટીવી એન્કરોની વિરુદ્ધમાં ઇતિહાસ આ બાબતની સાક્ષી છે કે જનકેન્દ્રિત અને પ્રગતિશીલ રાજનીતિની વાત આવે ત્યારે વરિષ્ઠ નેતાઓ એકબીજા સાથે રહ્યા છે. તેજસ્વીએ સંકેતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવારને સમર્થન આપવા બદલ ઝાટકણી કાઢી હતી. તેજસ્વી રાહુલ ગાંધી ઉપર પણ પ્રહારો કરતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષને પણ આ વાત સમજી લેવાની જરૂર છે કે, રાજનીતિ કોઇ પાર્ટટાઇમ જોબ નથી. વિપક્ષ પણ ભ્રમિત છે. કારણ કે કેટલાક લોકોની ખોટી પ્રાથમિકતાઓ નજરે પડી રહી છે. તેજસ્વીના આ નિવેદન બાદ જેડીયુએ પણ વળતા પ્રહાર કર્યા છે. જેડીયુનું કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી ગઠબંધન વધારે કમજોર થશે. કોંગ્રેસી નેતાઓએ પણ તેજસ્વીના આ નિવેદનની ટિકા કરી છે. સાથે સાથે બિહારના મહાગઠબંધનના ભવિષ્ય ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. લાલૂના નાના પુત્ર તેજસ્વી આક્રમક દેખાઈ રહ્યા છે. અગાઉ આરજેડીએ નીતિશકુમારને ઠગ તરીકે ગણાવીને તેમની ટિકા કરી હતી.

Related posts

आयुष्मान भारत को लेकर छिड़ा वॉर..हर्षवर्धन ने केजरीवाल के दावे किए ख़ारिज

aapnugujarat

બિમાર દાઉદ ભારત આવવા માટે ઇચ્છુક : રાજ ઠાકરેનો દાવો

aapnugujarat

આધાર ડેટા ચોરીના અહેવાલ મુદ્દે પત્રકાર સહિત અન્યો સામે એફઆઈઆર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1