Aapnu Gujarat
રમતગમત

BCCI IPL 2020નું આયોજન અને નેશનલ કેમ્પની યોજના બનાવી રહ્યું છે , વાંચો સમગ્ર વિગત

ભારતના ક્રિકેટ બોર્ડ BCCI વિશ્વની સૌથી મોટી T20 લીગ, ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2020ના આયોજન માટે કોશિશ કરી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા બોર્ડ વિચારી રહ્યું છે કે, આ સંજોગોમાં લીગ વિદેશમાં આયોજિત કરી શકાય છે. આવી સ્થિતિમાં, BCCI તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સનું નેશનલ કેમ્પ અને આ લીગનું આયોજન UAEમાં કરવા અંગે યોજના બનાવી રહ્યું છે.

જો કે, પહેલા બોર્ડની પહેલી પસંદ મુંબઈ હતી. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિ અહીં અંકુશમાં ન આવતા જોઇને UAEને બીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. BCCI સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, UAEમાં IPL યોજાવાની મોટી અપેક્ષા છે. સૂત્રો મુજબ જો મુંબઇમાં કોવિડ 19ની સ્થિતિમાં બદલાય આવે છે તો તે એક અલગ વાત છે. આવી સ્થિતિમાં ત્યાં નેશનલ કેમ્પનું આયોજન કરવું યોગ્ય છે. એકવાર IPLનું સ્થળ નક્કી થઈ જાય, પછી બીજી વસ્તુઓ પર કામ ઝડપથી આગળ વધી શકશે.

આ પહેલા, અમીરાત ક્રિકેટ બોર્ડે ECB BCCIને ઓફર કરી હતી કે જો તે ઇચ્છે તો આ વખતે અહીં તેની લીગનું આયોજન કરી શકે છે. સૂત્રો અનુસાર, BCCIએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લીગનું આયોજન કરવાની યોજના બનાવી છે. કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ રદ થતો હોવાની આશંકા છે.

જો કે, આ અંગે તો અંતિમ નિર્ણય ICCની બેઠકમાં જ લેવામાં આવશે. 17 જુલાઈએ, BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક છે, જેમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જો કે, હાલ એ પણ નિશ્ચિત છે કે UAEમાં આયોજન કરવું સરળ રહેશે નહીં. કારણ કે BCCI ખેલાડીઓની ફીટનેસ તપાસવા માટે નાના કેમ્પ યોજવા માંગે છે. પરંતુ જો IPL નિર્ણય લેવામાં આવે તો આ લીગની ફ્રેન્ચાઇઝીઓ પણ ટૂર્નામેન્ટ પહેલા પોતાના કેમ્પ ગોઠવવાની ઇચ્છા રાખશે.

Related posts

हमने तीनों विभागों में अच्छा प्रदर्शन किया : शिखर

aapnugujarat

આજે કટકમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-ટ્‌વેન્ટી જંગ

aapnugujarat

आस्ट्रेलिया ने इंग्लैंड को 64 रनों से हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1