Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અનામતને હાથ લગાવશો તો જીવતા સળગી ઉઠશો : તેજસ્વીપ્રસાદ યાદવ

બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વીપ્રસાદ યાદવે અનામત મામલે એક મોટું નિવેદન આપ્યું છે. તેજસ્વી યાદવે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, જે કોઈ અનામતમાં છેડછાડ કરશે.તે જીવતો સળગી ઉઠશે. દલિતો-પછાતોનો પોકાર ૯૦% ટકા અનામત અમારો અધિકાર. મહત્વનું છે કે તેજસ્વીનું આ બયાન ત્યારે આવ્યું છે. જ્યારે અનેક વિદ્યાર્થી સંગઠનો અને જેએનયુ અને ડિયુ ટીચર્સ એસોસીએશન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
આ એલાન હેઠળ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં નિમણુંક માટે ૧૩ પોઇન્ટ રોસ્ટરની જગ્યાએ ૨૦૦ પોઇન્ટ રોસ્ટર લાગુ કરવું, શૈક્ષણિક અને સામાજિક સ્વરૂપથી ભેદભાવ અને બહિષ્કારનો સામનો ન કરવા વાળા સવર્ણોને ૧૦ ટકા અનામતની જોગવાઈ રદ્દ કરવાની માંગ છે.
આ પહેલા અનામત મામલે તેજસ્વી યાદવે નિતીશ કુમાર અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેજસ્વી યાદવે ટિ્‌વટ કરતા જણાંવ્યું કે, જ્યાં સુધી પાસવાન અને નીતીશ કુમાર જેવા લોકો આરએસએસનાં ખોળામાં રમતા રહેશે ત્યાં સુધી મનુસ્મૃતિને માનવા વાળા લોકો સરાજાહેર બંધારણનું અપમાન કરતા રહેશે. ધોળાદિવસે ભાજપ વંચિતોની નોકરીઓ અને અનામત ખતમ કરવા માટે લાગી છે અને આ લોકો તેમનાં ગુણગાન કરે છે.
આ સાથે જ તેજસ્વી યાદવે જણાંવ્યું કે, મોદીજી દ્વારા ૧૩ પોઇન્ટ રોસ્ટરનાં દલિતો-પછાતોને ઉચ્ચ શિક્ષણમાં નોકરીઓ ખતમ કરવા માટે રામવિલાસ પાસવાન નરેન્દ્ર મોદીજીને સાધુવાદ કહિને જણાંવે છે કે, દલિતોનું આરક્ષણ ખતમ કરીને મોદીજીએ ૫૬ નહિં પરંતુ ૧૫૬ ઇંચની છાતી બતાવી છે. વાહ ચાચા આટલી ચમચાગીરી.
તેજસ્વી યાદવે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાંવ્યું કે, નિતીશ કુમાર પછાતો અને પાસવાન જી દલિતોનાં નામ પર કલંકિત રાજનિતી કરી રહ્યા છે. ભાજપે યુનિવર્સિટીઓમાં દલિતોની અનામતને ખતમ કરી છે.
જાતિગત વસ્તી ગણતરીનાં આંકડા સરકાર જાહેર કરતી નથી. સ્થાનિક ક્ષેત્રોમાં અનામત લાગુ કરતી નથી. અને આ બન્ને ચમચાઓ કોમવાદીસંગઠન આરએસએસનું કિર્તન કરી રહ્યા છે.

Related posts

ખેડૂતોને દર વર્ષે પ્રતિ હેક્ટર ૧૫૦૦૦ આપવાની તૈયારી

aapnugujarat

वोटों के लालच में पवार को हुआ मोतियाबिंद : अमित शाह

aapnugujarat

સેન્સેક્સમાં ૨૬૭ પોઈન્ટનો ઉછાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1