Aapnu Gujarat
બ્લોગ

વૈશ્વિક સ્તરે વાહનોના ધૂમાડાથી ૩,૮૫,૦૦૦ લોકોનાં મોત

વાહનોની વધતી જતી સંખ્યા માનવજીવન માટે બાધારૂપ બની છે. ફેક્ટરી,કારખાના કે મોટા ઉદ્યોગગૃહોનાં પ્લાન્ટમાંથી નિકળતા ધૂમાડા વાતાવરણને પ્રદૂષિત બનાવી રહ્યા છે. તાજેતરમાં એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, વર્ષ ૨૦૧૫માં વૈશ્વિક સ્તરે લગભગ ૩,૮૫,૦૦૦ લોકોનાં મૃત્યુ વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે થયા છે. એક સરવેનાં અભ્યાસમાં આ વિગતો ખુલી હતી. જો કે આ તમામ બાબતો માણસનાં જીવન માટે ઘાતક છે.અભ્યાસમાં જાણવા મળ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૫મં વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે ભારતમાં અંદાજીત ૭૪ હજારો લોકો મોતને ભેટ્યા છે. જેમાંથી બે તૃતિયાંશ લોકો ડિઝલ વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે મૃત્યુ પામ્યા છે.ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન, જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ કોલોરૈડો બોલ્ડરનાં સંશોધકોએ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે વૈશ્વિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સંશોધન કર્યુ.સંશોધનમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્વાસ્થ્ય પર પ્રભાવ કરતા પરિબોળ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. પરિવહનને કારણે લંડન અને પેરિસમાં દર એક લાખ વસ્તીએ થયેલી મોત વૈશ્વિક ટકાવારી કરતા બે-ત્રણ ગણી વધારે છે.સંશોધન પ્રમાણે ભારતમાં પાર્ટીક્યુલેટ મેટર અને ઓઝોન સ્તરમાં વધારો થવાને કારણે આઠ લાખ લોકોનાં મોત થયાં છે. માત્ર ધૂમાડાને કારણે જ વર્ષ ૨૦૧૫માં ૭૪ હજાર લોકોનાં મોત થયાં છે.અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તમામ પ્રકારનાં ગેસ ઉત્સર્જનને કારણે વૈશ્વિક લેવલે ૩૩.૭૦ લાખ લોકોનાં મોત થયા છે. તેમાંથી ૩.૮૫ લાખ લોકોનાં મોત વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે થયા છે.વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ની વચ્ચે થયેલા સંશોધનમાં વાહનોમાંથી નિકળતા ધૂમાડા અને વાયુ પ્રદૂષણને કારણે આરોગ્ય પર થતી અસરને ધ્યાને લઈ તારણ કાઢવામાં આવ્યું છે.સંશોધનકારોનું કહેવું છે કે, વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે વર્ષ ૨૦૧૦માં વિશ્વ લેવલે ૩.૬૧ લાખ લોકોની મોત થઈ હતી. જે વર્ષ ૨૦૧૫માં વધીને ૩.૮૫ લાખ પર આંકડો પહોંચ્યો. વાહનોનાં ધૂમાડાને કારણે થયેલી મોતમાં ૭૦ ટકા મૃત્યુ દુનિયાનાં સૌથી મોટી ચાર વાહન બજાર એવા ચીન,ભારત,યુરોપીયન યુનિયન અને અમેરિકામાં થઈ હતી.વાહનોમાંથી નિકળતા ધૂમાડાને કારણે થયેલા મોતમાં યુરોપીયન યુનિયનનાં દેશો અને અમેરિકામાં સંખ્યા ઘટતી ગઈ છે.જ્યારે ચીન અને ભારતમાં આ મોતનો આંકડો દિન-પ્રતિદિન વધી રહ્યો છે.વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ની વચ્ચે યુરોપીયન યુનિયનમાં વાહનો ને કારણે થયેલી મોતમાં ૧૪ ટકા અને અમેરિકામાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે ચીન અને ભારતમાં ૨૬ ટકાનો તોતીંગ વધારો થયો છે.અભ્યાસમાં કહેવાયું છે કે, યુરોપિયન યુનિયન અને અમેરિકામાં હાઈલેવલ ઇંધણનો ઉપયોગ અને વાહનો માંથી નિકળતા ધૂમાડા માટે નક્કી કરેલા માપદંડને કારણે ધૂમાડાથી થતાં મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

Related posts

એઇડ્‌સ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે..!! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

aapnugujarat

~ स्त्री क्या है ~

aapnugujarat

ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1