Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત, સારવાર દરમિયાન ૩૬ દર્દીઓના મોત

રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. વધતા જતા સ્વાઇન ફ્લુના કેસ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે રાજકોટના વોર્ડ નંબર ૧૨ અને ૧૩ના કોંગી કોર્પોરેટર દ્વારા નિશુલ્ક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉકાળો પીવાથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કોંગી કોર્પોરેટર દ્વારા ઉકાળાનું વિતરણ કરી તેમના વોર્ડના લોકોને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
સાથે જ બંન્ને વોર્ડ માં આવતી સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને ચેપ ન લાગે તે માટે માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સાથે જ આવતા દિવસો જરૂર જણાય તો સમગ્ર શહેરમાં નિશુલ્ક ઉકાળા વિતરણની વ્યવસ્થા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, રાજકોટ શહેરની સીવિલ અને ખાનગી હોસ્પીટલમાં છેલ્લા ૪૧ દિવસમાં ૧૭૬ દર્દીઓના પોઝીટીવ રીપોર્ટ નોંધાયા છે.
સારવાર લઇ રહેલા દર્દીઓમાંમાંથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૩૬ જેટલા દર્દીઓના મૃત્યું નીપજ્ય છે. જયારે હજુ ૪૫થી કરતા પણ વધુ દર્દી સિવિલ અને ખાનગી હોસ્પીટલમાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ માટે સારી સુવિધા ઉભી કરવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Related posts

ઉનાકાંડ કેસ : ૧૧ દોષિતોને જીવે ત્યાં સુધી આજીવન કેદ : દલિત સમાજમાં ન્યાય મળ્યાંની લાગણી

aapnugujarat

આવી રીતે બનાવો બિસ્કીટ ભાખરી…એકદમ સરળ રીતે

editor

જેતપુર પંથકના ખેડૂતોની હાલત દયનીય

editor

Leave a Comment

UA-96247877-1