Aapnu Gujarat
બ્લોગ

આગામી દાયકો પૃથ્વી માટે સૌથી ગરમ સાબિત થશે : હવામાન વિભાગ

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ૨૦૧૪થી ૨૦૨૩ સુધીનો સમયગાળો ૧૫૦ વર્ષમાં સૌથી વધુ ગરમ સાબીત થઇ શકે છે. તેમજ પૃથ્વીવા તાપમાને લઇને પણ અનુમાન લગાવતા વૈજ્ઞાનિકો જણાવે છે કે આગામી પાંચ વર્ષ માટે પૃથ્વીની સપાટીનું વૈશ્વિક તાપમાન ઔદ્યોગિકરણથી પહેલાનાં તાપમાન સ્તરથી એક ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહીં શકે છે.
બ્રિટનના હવામાન વિભાગ દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડાના આધારે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૮ માટે અસ્થાયી આંકડાનું તાજેતરનું પ્રકાશન પણ સામેલ કરવામાં આવ્યું છે. વાર્ષિક વૈશ્વિક સરેરાશ તાપમાનના રેકોર્ડ વર્ષ ૧૮૫૦ના સમયથી ઉપલબ્ધ છે.
બ્રિટનનના હવામાન વિભાગના ચીફ એમડ સ્કેફ આ વિશે જણાવે છે કે ૨૦૧૫ પ્રથમ વર્ષ હતું જ્યારે વૈશ્વિક વાર્ષિક સરેરાશ તાપમાન ઔદ્યોગીકીકરણથી અગાઉના તાપમાનના સ્તર કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધી ગયું હતું. ત્યાર પછીના ત્રણ વર્ષનું તાપમાન આ જ સ્તરની આસપાસ રહ્યું હતું.
વધુમાં સ્કેફે જણાવે છે કે વૈશ્વિક સરેરાશ તાપમાન અત્યારથી માંડીને ૨૦૨૩ વચ્ચે વધતા રહેવાના સંકેત છે, જે સંભવતઃ ૨૦૧૪ના આ દાયકાને ૧૫૦ વર્ષના રેકોર્ડમાં સૌથી ગરમ દાયકો સાબીત કરી શકે છે.જ્યારે વર્ષ ૨૦૧૮ને પણ વિશ્વમાં ‘ચોથું સૌથી ગરમ વર્ષ’ નોંધવામાં આવ્યું હતું.
આ અગાઉ ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૧૭, ૧૬૯ વર્ષના રેકોર્ડમાં ત્રણ સૌથી વધુ ગરમ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જળવાયુ પરિવર્તનના પ્રભાવ માત્ર સપાટીના તાપમાન પુરતા જ મર્યાદિત નથી. જળવાયુ તંત્રનું ગરમ થવું, જળવાયુના અનેક સૂચકોમાં પણ જોવા મળે છે, જે જમીન, વાતાવરણ, મહાસાગર કે બરફાચ્છાદિત વિસ્તારોમાં જોવા મળી રહેલા વૈશ્વિક પરિવર્તનોની સાચી તસવીર રજૂ કરે છે.

Related posts

રોહિંગ્યા શરણાર્થી : ઓળખ શોધતા લોકો

aapnugujarat

नया उपभोक्ता संरक्षण कानून लागू

aapnugujarat

जानिए क्या है हमारे राष्ट्रगान जन गण मन…का मतलब..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1