Aapnu Gujarat
શિક્ષણ

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આસારામ સંસ્થાને શુભેચ્છા આપતા હોબાળો

પોતાના આશ્રમની સાધ્વી પર દુષ્કર્મ અને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં સંડોવાયેલા રાજસ્થાનની જેલમાં કેદ આસારામ બાપુના આશ્રમને ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા સંદેશ પાઠવતા આજે મોટો વિવાદ સર્જાયો હતો. શિક્ષણજગતમાં ખુદ રાજયના શિક્ષણપ્રધાનની આ હરકતને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા એવા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના ઓફિસિયલ લેટર પેડ પર આશ્રમની સાધ્વી પર દુષ્કર્મ અને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસમાં રાજસ્થાનની જેલમાં કેદ આસારામ બાપુના આશ્રમની સંસ્થા યોગ વિદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ પાઠવતા લખ્યું છે કે, માતા-પિતા અને ગુરુની સેવા કરનાર ચિર આદરણીય અને પૂજનીય છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ સુત્ર દરેકને પ્રેરિત કરે છે. આગામી તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ માતૃ-પિતૃ પુજન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આપની સંસ્થા દ્વારા માતૃ-પિતૃ પૂજન દિવસ દ્વારા નવીન અભિયાનનો શુભારંભ કરેલ છે, જે સરાહનીય છે. આપનું આ મહાઅભિયાન વધુને વધુ આગળ વધે અને કન્યા-કુમારો, યુવાન-યુવતીઓ આજના આધુનિક યુગમાં માતા-પિતા પ્રત્યેની ફરજો સમજે અને શ્રેષ્ઠ નાગરિક અવશ્ય બનશે. આપની સંસ્થા દ્વારા થઇ રહેલ આ ઉમદા કાર્ય માટે મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.-(ભુપેન્દ્રસિંહ ચુડાસમા). ચુડાસમાના આ શુભેચ્છા સંદેશને લઇ હવે નવો વિવાદ જાગ્યો છે. ખાસ કરીને શિક્ષણજગતમાં અને વિદ્યાર્થીઓ તેમ વાલીઓમાં શિક્ષણમંત્રીની આ હરકતની નિંદા થઇ રહી હોઇ તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આમ એક તરફ સરકાર ન્યાયની વાતો કરે છે તો બીજી તરફ ભાજપના મંત્રી બળાત્કારી અને હત્યાના આરોપી આસારામની સંસ્થાને શુભેચ્છાઓ પાઠવવા પોતાના ઓફિસયલ લેટરપેડનો ઉપયોગ કરી રહ્યા હોવાની આકરી ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુક ફેરમાં આશારામના પુસ્તકો માટે સ્ટોલ ફાળવવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જો કે ભૂતકાળ તરફ નજર કરીએ તો, ખુદ મોદી સ્ટેજ પરથી આસારામ બાપુના આશીર્વાદ લઇ ચુક્યા છે તે વાત જગજાહેર છે. હવે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આસારામ ભકિતમાં નવા વિવાદમાં સપડાયા છે.

Related posts

ડુચકવાડાની શ્રી.એસ.આર.મહેતા સ્કુલના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

editor

ગુજરાતમાં બોર્ડનું પરિણામ મે માસના છેલ્લા સપ્તાહમાં

aapnugujarat

સીએ વિદ્યાર્થી માટે શહેરમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1