Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુખ્યમંત્રી યોગીએ આખી કેબિનેટ સાથે સંગમમાં ડુબકી લગાવી

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલી વખત લખનઉની બહાર કુંભનગરી પ્રયાગરાજનાં કેબિનેટની બેઠક કરી હતી. આ બેઠક બાદ યોગીએ તેમનાં મંત્રીમંડળનાં સભ્યો સાથે સંગમમાં સ્નાન કર્યું હતું.
આ દરમિયાન તેમને અખાડા પરિષદનાં અધ્યક્ષ નરેન્દ્ર ગિરી અને અન્ય સાધુ સંતોએ પણ ડુબકી લગાવી હતી. સ્નાન પછી ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, આજનો દિવસ પ્રયાગરાજ માટે ઐતિહાસિક દિવસ છે, જેમાં મારી હાજરીને હું મારૂ સૌભાગ્ય માનું છું. સંગમમાં સ્નાન પહેલા યોગી મંત્રીમંડળ સાથે સંગમ કિનારે સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સૂઈ રહેલા હનુમાનજીનાં દર્શન પણ કર્યા હતા. ત્યારબાદ યોગીએ અક્ષયવટ અને સરસ્વતી કૂપના પણ દર્શન કર્યા. મુખ્યમંત્રીએ દિવ્ય ભૂમિ કુંભ, ભવ્ય કુંભ, સેલ્ફી પોઈન્ટ પર મંત્રીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા.

Related posts

રાષ્ટ્રવાદનો અર્થ ફક્ત ભારત માતાની જય બોલવા પૂરતો નથી : વેંકૈયા નાયડુ

aapnugujarat

ભારતમાં એટીએમની સંખ્યામાં ઘટાડો : રિપોર્ટ

aapnugujarat

ટ્રેનમાં બેસવા-ઉતરવા જતા હાદસાની સ્થિતીમાં રેલવેને વળતર આપવું પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1