Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો

સુરતમાં વ્યાજખોરોના ત્રાસે વધુ એક ઇસમે આપધાત કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક ઇસમે અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઇ લઈને જીવનલીલા સંકેલી લેતાં તેના પરીવારજનો પર આભ તુટી પડ્યું હતું.
પ્રાપ્ત માહિતિ અનુસાર સુરતના પુણા વિસ્તારમાં ભાવેશ રવજીભાઇ રાઠોડ નામના ઇસમે કોઇ વ્યાજખોર પાસે રૂપિયા ૫૦ હજાર લીધા હતા. જે આપવામાં વિલંબ થતા વ્યાજ્ખોરોએ લાખો રૂપિયા બાકીની પઠાણી ઉઘરાણી કરી અને તેને ધમકીઓ આપતા આખરે ભાવેશ રાઠોડે ગત સાંજે કંટાળીને અનાજમાં નાંખવાની ગોળીયો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.
અચાનક ભાવેશ રાઠોડના આ પગલાથી તેના પરિવારજનોના માથે જાણે આભ તુટ્યુ હતું. પુણા વિસ્તારમાં ભાવેશળ રાઠોડ પરિવાર સાથે રહે છે. ભાવેશે ૫૦ હજાર રૂપિયાની રકમ વ્યાજે લીધી હતી. દરમિયાન વ્યાજખોરોએ ૫૦ હજારની સાથે લાખો રૂપિયા બાકી કાઢી ઉધરાણી કરતા હતા. અને ધમકી આપતા હતા. જેથી ભાવેશ ધમકીઓથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતો હોવાનું લખ્યું છે.
ભાવેશે પોતે લખેલ સ્યુસાઇટનોટમાં લખું હતું કે “હું મારા હોશમાં લખું છું. હું લેણાવાળાની ઉધરાણીના હિસાબે દવા પીધી છે. લેણાવાળાની ધાક-ધમકીથી હું હેરાન થઈ ગયો હતો. મને કોઈ રસ્તો દેખાતો ન હતો. મને ધંધો કરવા દેતા ન હતા. એ માટે મેં આ પગલું ભર્યું છે. અટલે મને માફ કરજો. લેણાવાળા મારી બયરા કે છોકરા, ઘરના સભ્યોને હેરાન ન કરે. તે કોઈ આમાં કંઈ જાણતા નથી.”
ઉલ્લેખનીય છે કે ભાવેશના પરિવારે જયાં સુધી વ્યાજખોરો સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેની લાશ લેવાનો ઇન્કાર કર્યો હતો. તો પોલીસે લાશ લઇ લેવા તેના પરિવારને સમજવવાના પ્રયત્નો હાથધર્યા હતા.

Related posts

ગુજરાતના ચાર રેલવે સ્ટેશનની છત પર સોલાર પેનલ

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહારો

aapnugujarat

અલ્પેશ ઠાકોરનો સરકાર સામે મોરચો : આંદોલન કરવાની ચિમકી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1