Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા કાર્નિવલની ભવ્ય શરૂઆત

જેની ઉત્સુકતાપૂર્ક રાહ જોવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાંકરીયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ વખતે કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.
કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો આ વખતે ઉમેરાયા છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ જે સામાન્ય લોકો માટે ફ્રી રહેશે. આ ઉપરાંત લેક ફ્રન્ટ પર બુલેટ ટ્રેન, કાંકરીયા લેકમાં નગીના વાડીમાં ફ્લોટીંગ રેસ્ટોરન્સ પણ મુખ્ય આકર્ષણ જમાશે. ફ્લોટીંગ રેસ્ટોરન્ટમાં પ્રતિ વ્યક્તિને ૩૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ રેસ્ટોરન્ટની ક્ષમતા ૪૦ લોકોની છે. જેમાં ૩૦ મિનિટ રોકાઈ શકાશે. બુલેટ ટ્રેન પણ આકર્ષણ જમાશે. આ ટ્રેનમાં ચાર કોચ છે જે પૈકી દરેક કોચમાં ૩૬ લોકો બેસી શકશે. મંગળવારથી કાંકરીયા કાર્નિવલની શરૂઆત થયા બાદ આ ટ્રેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીપીપી મોડલથી આ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
સાબરમતી કાંઠે મુખ્યમંત્રીના હસ્તે અટલઘાટનું લોકાર્પણ અને મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર આધારિત સેલ્ફી પોઈન્ટ તૈયાર કરાયો છે. આ વખતનો કાંકરિયા કાર્નિવલ ગાંધી થીમ પર આધારિત છે અને તેથી કાંકરિયા પરિસરમાં સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. તો આ વખતના કાર્નિવલમાં નવા નજરાણાં અને આકર્ષણોમાં ફલોટીંગ રેસ્ટોરન્ટ અને જેટ સ્કીનો સમાવેશ થાય છે, જે નગરજનોને ખાસ પ્રકારે આકર્ષશે. આજે શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે નાતાલ-ક્રિસમસનો તહેવાર અને રજા હોઇ મહિલાઓ, બાળકો સહિત નગરજનો ખૂબ મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલમાં ઉમટયા હતા. ફલોટીંગ રેસ્ટોરન્ટ, જેટ સ્કી ટોય ટ્રેન એસી કોચ, બેટરી વ્હિકલ, માય બાઈકના સહિતના આકર્ષણોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરાયું હતું. તો, મુખ્યમંત્રી દ્વારા એલિસબ્રીજ અને નહેરૂબ્રીજ વચ્ચે એલિસબ્રીજ તરફ આવેલ ભાગમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના અટલ ઘાટનું પણ લોકાર્પણ કરાયું હતું. કાંકરિયા કાર્નિવલમાં નામાંકિત લોક ગાયક-હાસ્ય કલાકારો પર્ફોમન્સે જોરદાર આકર્ષણ જમાવ્યું હતુ. ખાસ કરીને કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર સહિતના કલાકારોના પરફોર્મન્સ વખતે લોકોના દિલ ખુશ થઇ ગયા હતા. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન કરાયું હતું. ગુજરાત પોલીસ દ્રારા હોર્સ શો અને ડોગ શો રજૂ કરાયો હતો. શહેરની વિવિધ શાળાઓ દ્રારા બેન્ડ નિદર્શન, સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.
તો ખાસ કરીને બાળકોમાં મનોરંજન સાથે સાહસ વધારતી પ્રવૃત્તિ માટે બાળનગરી આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાળકો માટે મંકી બ્રીજ, ટાયર ચીમની, ટનલ વોકીંગ, રેત શીલ્પ, ટાયર ટનલ, ટાયર જંપ, હેંગીંગ બ્રીજ, સર્કલ ટાયર જંપ સહિતના આકર્ષણો બાળકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. આ સિવાય કાર્નિવલની ઉજવણી દરમ્યાન બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે કાર્નિવલમાં ચાર ચાંદ લગાવતાં મલ્ટી કલર લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલને લઇને અમ્યકોનું મલ્ટીલેવલ ર્પાકિંગ જાહેર જનતા માટે ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે. આ વખતે કાંકરિયા કાર્નિવલનો રૂ.૧૧ કરોડની વીમો ઉતરાવાયો છે. આજથી શરૂ થયેલો કાંકરિયા કાર્નિવલ તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલશે. કાર્નિવલ દરમ્યાન જાહેરજનતાની સુરક્ષાને લઇ પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત અને વ્યવસ્થા તૈનાત કરાયા છે, જેમાં ગેટ પરના ફેસ સ્કેનરથી ગુનાખોરી સાથે સંકળાયેલાની ઓળખ કરાશે. કાંકરિયા કાર્નિવલમાં આ વખતે ૩ ડીસીપી, ૭ એસીપી, ૩૧ પીઆઇ, ૧૦૦ પીએસઆઇ અને ૧૨૯૬ પોલીસકર્મી સહિતનો ચુસ્ત સુરક્ષા કાફલો તૈનાત કરાયો છે.

Related posts

સુંધા માતાના પગપાળા યાત્રા સંઘનું ભવ્યરીતે પ્રસ્થાન થયું

aapnugujarat

બોડેલીના તમામ દરદીઓ સાજા થઇ કોરોના ને માત આપી. હવે બોડેલી નો એક પણ કેસ નથી.

editor

વિરમગામમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન સંપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1