Aapnu Gujarat
રાષ્ટ્રીય

મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી શરૂ

મ્યાનમારમાં બળવાખોરોના કેમ્પોનો સફાયો કરવા માટે ભારતીય સેના ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તૈયારી કરી રહી હોવાના હેવાલ મળી રહ્યા છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાંનમાર આર્મીએ એનએસસીએન (કે)ની સામે ઓપરેશન હાથ ધરવાની તૈયારી કરી છે.  બળવાખોર સંગઠનના બળવાખોરો મ્યાંનમારના કોનયાંક પ્રદેશમાં બેઝ બનાવી ચુક્યા છે અને જોરદાર રીતે સક્રિય થયેલા છે. આ વિસ્તાર નાગાલેન્ડ સાથે જોડાયેલ હોવાથી ખતરો રહે છે.
ઇન્ટેલિજન્સ સુત્રોએ કહ્યુ છે કે મ્યાંનમાર આર્મી બળવાખોર કેમ્પોના ફોટો અને અન્ય માહિતી ભારતીય સેનાને આપનાર છે. ભારતીય સેનાને પુરતી માહિતી મળી ગયા બાદ બળવાખોરોના કેમ્પોને ફુંકી મારવા માટે કાર્યવાહી કરનાર છે. વર્ષ ૨૦૧૫માં મ્યાંનમારમાં ભારતીય સેનાએ જોરદાર રીતે કાર્યવાહી કરી હતી. કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને દુનિયાને દેશોને ચેતવણી આપી દીધી હતી. હાલમાં ભારત સરકારના પ્રયાસ છે કે નાગા સમજુતી કરી લેવામાં આવે. કેટલાક નાગા સંગઠન વાતચીત કરી પણ રહ્યા છે. પરંતુ હાલમાં એનએસસીએન(કે)ના લોકો વાતચીત કરવા માટે આગળ આવી રહ્યા નથી. સુત્રોએ કહ્યુ છે કે આ સંગઠનના બે ગ્રુપ થઇ ગયા હોવાથી વાતચીત માટે રસ્તો સાફ થઇ રહ્યો છે. એક ગ્રુપ વાતચીત કરવા માટે તૈયાર છે. અન્ય સંગઠન વાતચીતનો વિરોધ કરે છે. જે સંગઠન વિરોધ કરે છે તેમાં મોટા ભાગના બળવાખોરો મ્યાંનમારના છે. મ્યાંનમારમાં બળવાખોરોના આશરે ૩૮ કેમ્પ હોવાની માહિતી પ્રાથમિક રીતે મળી રહી છે. મ્યાંનમાર આર્મી દ્વારા આ ખતરનાક બળવાખોર સંગઠનની સાથે વાતચીત કરવા માટે દબાણ લાવવામાં આવી રહ્યુ છે. જો કે આ સંગઠન પોતાના જિદ્દી વલણ પર મક્કમ છે. ઇન્ટેલિજન્સ સુત્રોના કહેવા મુજબ મ્યાનમાર આર્મીએ આ સંગઠનના પ્રભાવવાળા વિસ્તારમાં સેનાની હાજરીને વધારી દીધી છે. કોનયાંક ક્ષેત્રમાં ઓપરેશન હાથ ધરવાની ચેતવણી પણ આપી છે. ભારત સરકાર ઇચ્છે છે કે લોકસભાની ચૂંટણી પહેલા નાગા સમજુતી કરી લેવામાં આવે. જેથી તમામ નાગા સંગઠનોની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એનએસસીએન (કે) દ્વારા પોતાની અલગ નાગા હોમલેન્ડને છોડવા માટેની માંગ સ્વીકારવા માટે તૈયારી દર્શાવી નથી.
આ માંગની સાથે તે વાતચીત માટે પણ તૈયાર નથી. સુત્રોએ કહ્યુ છે કે જો મ્યાંનમાર આર્મી દ્વારા તેમના પર દબાણ વધારી દેવામાં આવશે અને તેમના કેમ્પો અંગે ભારતને માહિતી આપશે તો ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે. નોર્થ ઇસ્ટ મ્યાંનમાર સાથે ૧૬૩૧.૩૪ કિલોમીટર બોર્ડર વિસ્તાર શેયર કરે છે. ભારતમાં આશરે ૨૦ લાખ નાગા છે. જ્યારકે મ્યાંનમારમાં ૧૫ લાખ નાગા છે. ઇન્ટેલિજન્સ સુત્રોએ કહ્યુ છે કે એનએસસીએન (કે) સંગઠનમાં આશરે ૨૦૦ કેડર રહેલા છે. ગયા મહિનામાં ભારત અને મ્યાનમાર વચ્ચે વાતચીત થઇ હતી. નેશનલ લેવલની બેટકમાં બંને દેશો કેટલાક પાસા પર સહમત થયા હતા. પોતાની જમીન પર સક્રિય રહેલા બળવાખોર સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે બંને દેશો સહમત થયા હતા.

Related posts

આતંકી હુમલા બાદ કાશ્મીર ટૂરિઝમને ૧૦૦ કરોડનો ફટકો પડશે

aapnugujarat

અમારી સરકારની ત્રીજી ટર્મ જૂનથી શરૂ થશે : PM મોદી

aapnugujarat

ચીર કે બહા દો લહૂ દુશ્મન કા, યહી મજા હૈ મુસલમાન હોને કા : ઈન્દોરમાં લાગ્યા પોસ્ટર્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1