Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમેરિકામાં વસતા સંતાનોને માતા-પિતા માટે ગ્રીન કાર્ડ મેળવવું અઘરું બનશે

અમેરિકાની ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન નીતિ વધુને વધુ આકરી બનાવી રહી છે. અમેરિકામાં સ્ટેટસ બદલવા માટે અરજી કરી રહેલા વિદેશી નાગરિકો માટે સરકારી સહાયનો નિયમ લાવીને મુશ્કેલીઓ સર્જ્યા પછી હવે અમેરિકામાં નાગરિકતા મેળવી ચૂકેલા વિદેશી નાગરિકો માટે પણ મુશ્કેલી સર્જી છે. અમેરિકામાં વસતા અને નાગરિકતા ધરાવતા સંતાનોના માતા-પિતાને ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ ગંભીર અસર કરશે. અમેરિકી ઇમિગ્રેશન વિભાગે સ્ટેટસમાં બદલાવ કરી ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છનારાઓ માટે નવું પ્રસ્તાવિત ફોર્મ-આઈ૯૪૪ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં અમેરિકી સત્તાવાળાઓ દ્વારા ઉંમર, અંગ્રેજીમાં પ્રભુત્વ, ફાઇનાન્શિયલ સ્ટેટસ, શૈક્ષણિક લાયકાત, જોબ પ્રોફાઇલ સહિતની ઢગલાબંધ વિગતો માગવામાં આવશે. આ માહિતીના આધારે ઇમિગ્રેશન સત્તાવાળા અરજકર્તાને સરકારી સહાય (પબ્લિક ચાર્જ)ના આધારે ગ્રીન કાર્ડનો ઇનકાર કરવો કે નહીં તેનો નિર્ણય લેશે. અમેરિકી સત્તાવાળાને અમેરિકી ગરીબી માર્ગર્દિશકાના ૨૫૦ ટકા ઓછી આવક અથવા સંપત્તિ ધરાવતા હોય તેમને ગ્રીન કાર્ડનો ઇનકાર કરાશે.
અમેરિકામાં બે સભ્યના પરિવાર માટે ૪૧,૧૫૦ ડોલર અને ૬ સભ્યના પરિવાર માટે ૮૪૩૫૦ ડોલર ગરીબીની વ્યાખ્યાની મર્યાદા છે.ભારતમાંથી અમેરિકા ગયેલા ૨૫ ટકા લોકો અમેરિકી માર્ગર્દિશકાથી ૨૫૦ ટકા ઓછી આવક ધરાવે છે. ફેમિલી સ્પોન્સરશિપ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની ટકાવારી ઘણી ઊંચી છે. તેથી આ નવી જોગવાઇના કારણે પરિવાર દ્વારા સ્પોન્સરના આધારે ગ્રીન કાર્ડ મેળવવામાં ઘણી મુશ્કેલી પડશે. ૨૦૧૬ના નાણાકીય વર્ષમાં ૬૪૬૮૭ ગ્રીન કાર્ડ ભારતીયોએ મેળવ્યાં હતાં. જેમાં ૬૫ ટકા ફેમિલી સ્પોન્સર દ્વારા મેળવાયાં હતાં. હવે ઇમિગ્રેશન વિભાગ દ્વારા મગાતી વ્યાપક માહિતી અને નવી મર્યાદાને કારણે ફેમિલી સ્પોન્સર દ્વારા મેળવાતા ગ્રીન કાર્ડમાં મોટો ઘટાડો આવી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવથી ભારતીય માતા-પિતાઓને મોટો ફટકો પડશે.ઇમિગ્રેશન એટર્ની તરીકે સેવાઓ આપતા રાજીવ ખન્ના કહે છે કે, અમેરિકી ઇમિગ્રેશન વિભાગે નવાપ્રસ્તાવમાં ઘણા નકારાત્મક પાસા સામેલ કરી નિયંત્રણો વધારી દીધાં છે. જેમાં ૬૦ વર્ષથી વધુની ઊંમર, અંગ્રેજીમાં અણઆવડત, આરોગ્યની સમસ્યાઓ, ક્રેડિટ હિસ્ટ્રીનો અભાવ, નોકરીની નહીંવત સંભાવનાનો સમાવેશ થાય છે. આ નકારાત્મક પાસાઓ માતા પિતાઓેને ગ્રીન કાર્ડ મેળવવામાં ઘણી મુશ્કેલી ઊભી કરશે.અત્યાર સુધી અમેરિકાનું નાગરિકત્વ ધરાવતાં સંતાનો પોતાના માતા-પિતાને ગ્રીન કાર્ડ માટે ફાઇનાન્શિયલ સ્પોન્સર કરતાં હતાં. તેમાં તેમણે બાાંયધરી આપવી પડતી હતી કે, તેઓ પોતાના માતા-પિતાને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવ્યા પછી માતાપિતાને તરછોડી સરકારી આશ્રયે છોડી દેશે નહીં.

Related posts

डोकलाम में चीन से ९ गुना मजबूत स्थिति मंे हैं भारत

aapnugujarat

पीएम मोदी ने मंत्रियों से कहा- ९ः३० बजे पहुंच जाए ऑफिस

aapnugujarat

દેશમાં રેકોર્ડ ૧.૮૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા

editor

Leave a Comment

UA-96247877-1