Aapnu Gujarat
ગુજરાત

સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો : વધુ ચારના મોત

રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર જારી રહ્યો છે. આજે વધુ ચાર લોકોના મોત થતાં ભારે ખળભળાટ મચી ગયો છે. નવા કેસો પણ સપાટી ઉપર આવ્યા છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ સ્વાઈન ફ્લુથી ૧૮ના મોત થયા બાદ ઓક્ટોબર મહિનામાં પણ મોતનો સિલસિલો જારી રહ્યો છે. ઓક્ટોબર મહિનાના ત્રણ દિવસના ગાળામાં જ ૧૩ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૩૨ ઉપર પહોંચ્યો હતો. વડોદરાથી પ્રાપ્ત અહેવાલ મુજબ સ્વાઈન ફ્લુથી વધુ બેના મોત થયા છે. ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં આ બંનેના મોત થયા છે. બીજી બાજુ રાજકોટમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર જારી રહ્યો છે. રાજકોટમાં આજે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૩૬ લોકો હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં સત્તાવારરીતે એકનું મોત થયું છે જ્યારે બિન સત્તાવારરીતે બેના મોત હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે સ્વાઇન ફ્લુનો આતંક જોરદાર રીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બરમાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા હતા. સ્વાઇન ફ્લુના કારણે જે મોત થયા હતા તે પૈકી બે તૃતિયાશ મોત આ સપ્ટેમ્બર મહિનામાં થયા હતા. જ્યારે જે કેસો નોંધાયા છે તે પૈકી ૮૪ ટકા કેસો પણ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા. સેંકડોની સંખ્યામાં લોકો હજુ સારવાર હેઠળ છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી લઇને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ વચ્ચેના ગાળામાં ૨૭ મોત થયા હતા. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પણ સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. એકલા સપ્ટેમ્બર મહિનામાં આ મોત પૈકી ૧૮ના મોત થયા હતા. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં છ લોકોના મોત સ્વાઇન ફ્લુના કારણે થયા હતા. આરોગ્ય માટેના એએમસી મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીના કહેવા મુજબ વર્ષ ૨૦૧૮ના પ્રથમ નવ મહિનામાં સ્વાઇન ફ્લુના કુલ કેસો ૨૫૩ રહ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં જે ૧૮ના મોત થયા હતા. અમદાવાદમાં પણ સ્વાઇન ફ્લુની સારવા માટે ખાસ વ્યવસ્થા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ ઉપરાંત પણ ગુજરાતમાં જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મેડિકલ ઓફિસર દ્વારા માહિતી આપતા કહેવામાં આવ્યુ છે કે સ્થિતી હાલમાં જટિલ બની રહી છે. સ્વાઇન ફ્લુના કારણે રાજ્યના જુદા જુદા ભાગોમાં કેસો નોંધાયા છે જેમાં રાજકોટ, વડોદરા, આણંદ, સુરત સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Related posts

સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સર્વેલન્સની મદદથી મોબાઇલ પરત મેળવ્યા

editor

છારાનગર પોલીસ દમન : વકીલોએ બંધ પાળ્યો

aapnugujarat

અમદાવાદને યુનેસ્કોની ક્રિએટિવ સિટીમાં સ્થાન મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1