Aapnu Gujarat
રમતગમત

ટીમની હાર છતાં કોહલી નંબર-૧ બેટ્‌સમેન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ની બેટ્‌સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાને યથાવત છે. સોમવાર લેટેસ્ટ રેન્કિંગમાં કોહલીએ ૯૩૭ પોઈન્ટ સાથે નંબર-૧નું સ્થાન જાળવી રાખ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ૬૦ રનોથી હાર મળી હતી. એવામાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ ૩-૧થી સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં ૪૬ અને બીજી ઈનિંગમાં ૫૮ રનની મદદથી કોહલી ટેસ્ટ રેન્કિંગ બેટ્‌સમેનોમાં ટોચના સ્થાને યથાવત છે. કોહલીએ અત્યાર સુધી રમેલી ચાર ટેસ્ટ મેચોની આઠ ઈનિંગમાં કુલ ૫૫૪ રન બનાવ્યા છે. રેટિંગ પોઈન્ટના આધાર પર તે બેસ્ટ ટેસ્ટ બેટ્‌સમેનોની લિસ્ટમાં ૧૧માં સ્થાન પર છે.
વિરાટ હવે હેરી સોબર્સ, ક્લેડ વોલકોટ, વિવિયન રિચડ્‌ર્સ અને કુમાર સંગકારાથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. આઈસીસીએ સોમવારે આપેલા નિવેદનમાં આ વાત કહી હતી. ટેસ્ટ બેટ્‌સમેનોની આ રેન્કિંગમાં ભારતના ચેતેશ્વર પુજારા છઠ્ઠા સ્થાન પર છે. સાઉથમ્પટન ટેસ્ટમાં ભારત માટે ૧૩૨ રનોની અણનમ ઈનિંગ રમનાર પુજારાના પોઈન્ટ ૭૬૩થી ૭૯૮ થઈ ગયા છે.
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચોથી ટેસ્ટ મેચમાં કુલ છ વિકેટ ઝડપી અને આ શાનદાર પ્રદર્શન હેઠળ તે ટેસ્ટ બોલિંગની રેન્કિંગમાં ટોપ-૨૦માં સામેલ થઈ ગયો છે. તે ત્રણ નંબર ઉપર આવતા ૧૯માં સ્થાને આવી ગયો છે. તે ઉપરાંત, ચોથી ટેસ્ટ મેચમાં ચાર વિકેટ વિકેટ લેનાર ઈશાંત શર્માને પણ એક સ્થાનનો ફાયદો થયો અને તેને ૨૫મો સ્થાન મેળવી લીધો છે. જસપ્રિત બૂમરાબ આ લિસ્ટમાં ૩૭માં નંબર પર છે.

Related posts

इंजमाम उल हक का करारनामा : विश्व कप 2019 के समय डरी हुर्ई थी पाकिस्तानी टीम

editor

लंका के खिलाफ खेलकर कुछ हासिल नहीं किया : हरभजन

aapnugujarat

ऑस्ट्रेलिया-इंग्लैंड के बीच लॉर्ड्स टेस्ट ड्रॉ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1