Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોકરી છોડ્યાનાં ૩૦ દિવસ બાદ ૭૫ ટકા પીએફ ઉપાડી શકાશે

રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઈપીએફઓ દ્વારા તેના સભ્યોને મહત્વપૂર્ણ વિકલ્પ આપ્યા બાદ કર્મચારીઓમાં રાહત દેખાઈ રહી છે. ઈપીએફઓના નિર્ણય બાદ તેના સભ્યોની પાસે એક મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ૭૫ ટકાની રકમ ઉપાડવાની તક રહેશે. નવા ઈપીએફઓ નિયમો આવી ગયા છે. હવે બેરોજગારીના એક મહિના સુધી ૭૫ ટકા રકમ ઉપાડી શકાશે. આ રીતે તે પોતાના ખાતાને જારી પણ રાખી શકે છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન અને શ્રમપ્રધાન સંતોષકુમાર ગંગવારે કહ્યું હતું કે અમે આ યોજનામાં સુધારા કરવાનો નિર્ણય કરી ચુક્યા છીએ જે હેઠળ એક મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ઈપીએફઓના કોઈપણ સભ્ય ૭૫ ટકા રકમને ઉપાડી શકશે અને પોતાના ખાતાને જાળવી શકશે. નવી યોજના હેઠળ વ્યક્તિ પોતાના પીએફ એકાઉન્ટને જાળવી શકે છે. તેનો ઉપયોગ બીજી નોકરી મળવાની સ્થિતિમાં કરી શકે છે. પહેલા એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે ૬૦ ટકા રકમ જ પરત ઉપાડી શકાશે પરંતુ સીબીટીએ આ મર્યાદા ૭૫ ટકા કરી છે. ઈટીએફ અથવા તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ મેન્યુફેકચર્સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની સમયસીમા પર પહેલી જુલાઈ ૨૦૧૯ સુધી વધારી દીધી છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં ઈપીએફઓનું મૂડીરોકાણ ૪૭૪૩૧.૨૪ કરોડ સુધી પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ આ આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી જશે. આમાં રોકાણ પર રિટર્નનો આંકડો ૧૬.૦૭ ટકાની આસપાસનો છે. ઈપીએફઓના આ નિર્ણયને લોકલક્ષી તરીકે ગણવામાં આવે છે અને કોઈ કર્મચારીની નોકરી જવાની સ્થિતિમાં તેને એક મહિના સુધી રાહત મળી શકે છે. નવી યોજના હેઠળ નોકરી જવાની સ્થિતિમાં પીએફ એકાઉન્ટમાં જમા ૭૫ ટકા રકમ કાઢીને એકાઉન્ટને જાળવી શકાય છે. બીજી નોકરી મળવાની સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે ઈપીએફઓ સ્કીમ ૧૯૫૨ની નવી જોગવાઈ હેઠળ બે મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં ખાતાધારક પોતાની બાકીની ૨૫ ટકા રકમ પણ ઉપાડી લઈને ખાતાને બંધ કરી શકે છે. વર્તમાન સમયમાં કોઈપણ ઈપીએફઓના સભ્ય બે મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં આ રકમ ઉપાડી શકે છે. રોજગારને પ્રોત્સાહન આપવા માટે નવા કર્મચારીઓ માટે કંપનીઓના હિસ્સામાં પીએફની રકમ ત્રણ વર્ષ સુધી સરકાર જમા કરશે. સરકાર બેઝીક પગાર પર ૧૨ ટકા વ્યાજ જમા કરાશે. આની જાહેરાત આ વર્ષે બજેટમાં કરાઈ હતી. જો કંપની આપના પીએફ એકાઉન્ટમાં પૈસા સમય પર જમા કરતી નથી તો તે અંગે માહિતી આપવામાં આવશે. એસએમએસ અને ઈમેઈલ મારફતે એલર્ટ કરવામાં આવશે. ગયા મહિનામાં પીએફ યોગદાન આપની કંપનીએ જમા કરાવ્યું નથી તે અંગે માહિતી આપશે.
કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન દ્વારા પીએફ ઉપાડ, પેન્શન અને વીમા જેવા જુદા જુદા દાવાનો ઉકેલ લાવવા માટે નિર્ધારીત મર્યાદા ૨૦ દિવસથી ઘટાડીને ૧૦ દિવસ કરી દેવાઈ છે. પીએફ બેલેન્સને ચાર રીતે ચેક કરી શકાશે. જેમાં એપ, એસએમએસ, મિસકોલ અને ઈપીએફઓની વેબસાઈટનો ઉપયોગ કરી શકાશે.

Related posts

टेरर फंडिंग मामला : NIA की बड़ी कार्रवाई, अलगाववादी आसिया अंद्राबी का घर किया सील

aapnugujarat

आंध्र. में कोरोना वायरस का कहर जारी

editor

ભ્રષ્ટાચાર મુદ્દે કોઇ બાંધછોડ નહીં થાય : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1