Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ ઉપર પાકિસ્તાનનો ફરી ગોળીબાર : બે શહીદ

રમઝાનના પવિત્ર મહિનામાં જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કર્યો છે. શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં સરહદ સુરક્ષા દળના કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડે અને એએસઆઈ સત્યનારાયણ યાદવ શહીદ થઇ ગયા હતા. એમ માનવામાં આવે છે કે, પાકિસ્તાને ભારતની ૧૦ અગ્રિમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો. બીએસએફ દ્વારા પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાને મોડી રાત્રે અખનુર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી હતી. અગ્રિમ ચોકીઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યા બાદ બીએસએફના બે જવાન ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હતું. બીજી બાજુ બીએસએફે પાકિસ્તાની ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો છે. પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ નાગરિકોને પણ ઇજા થઇ હતી. આશરે ૩૦ ગામોને પાકિસ્તાને ટાર્ગેટ બનાવ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ વહેલી પરોઢે અઢી વાગે પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ કરવામાં આવ્યા બાદ સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં રાત્રિ ગાળા દરમિયાન દહેશત રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ કાશ્મીરના જુદાજુદા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. ૨૦થી વધુ લોકો ઘાયલ થઇ ચુક્યા છે. પાકિસ્તાની રેંજરો જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં સૈનિકો અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યા છે. સરહદી વિસ્તારમાંથી ૪૦૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત વિસ્તારમાં ખસેડવામાં આવી ચુક્યા છે. હજુ ગોળીબારનો દોર જારી રહ્યો છે.

Related posts

जब मुंछ नहीं थी, तब क्या भ्रष्टाचार करेंगेः तेजस्वी यादव

aapnugujarat

किसान कर्जमाफी योजनाओं से बढ़ा बैकों का एनपीए

aapnugujarat

આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી યુવકની કરપીણ હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1