Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળના દરિયાકાંઠે મોનસુનની ત્રણ દિવસ પૂર્વે એન્ટ્રી

નવી દિલ્હી,તા. ૨૯
કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી જતાં આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ચાર મહિના સુધી ચાલનાર વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આગામી થોડાક સપ્તાહમાં તે ઉત્તર ભારત તરફ વધશે. ભારતીય હવામાન વિભાગે પણ આને સમર્થન આપી દીધું છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આજે દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગને અંદાજ હતો કે, આ વર્ષે મોનસુન પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે પહોંચી જશે પરંતુ ત્રણ દિવસ પહેલા જ મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે.
હવામાનની પરિસ્થિતિ મુજબ આગામી ૪૮ કલાકમાં મોનસુન વધુ આગળ વધશે અને દેશના બાકી હિસ્સાને પણ કવર કરી લેશે. કર્ણાટકમાં દરિયા કાંઠાના વિસ્તારો તથા બંગાળના અખાતમાં પણ આગામી ૪૮ કલાકની અંદર મોનસુન પહોંચી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી દોઢ મહિનાની અંદર સમગ્ર દેશમાં વરસાદી સિઝન જામી જશે. હવામાન વિભાગની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ સામાન્ય રહેશે. હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, છેલ્લા ત્રણ ચાર દિવસમાં ૧૪ મોનિટરિંગ સ્ટેશનો ઉપર ૬૦ ટકાથી વધારે વરસાદની નોંધણી કરવામાં આવી ચુકી છે. આ પહેલા કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ છે કે કેમ તેને લઇને ભારે મતભેદની સ્થિતી છે. પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ વેધરે જાહેરાત કરી છે કે રાજ્યમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. આની સાથે જ ભારતમાં વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઇ છે. બીજી બાજુ હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા કહેવામાં આવ્યુ છે કે મોનસુનની એન્ટ્રી ાગામી ૨૪ કલાકની અંદર થનાર છે.
હવામાન વિભાગે ૧૦ દિવસ પહેલા પણ ૨૯મી સુધી મોનસુનની એન્ટ્રી થઇ જશે તેવી વાત કરી હતી. સ્કાયમેટે ૨૮મી મેના દિવસે મોનસુનની એન્ટ્રી કેરળમાં થઇ જશે તેવી આગાહી કરી હતી. હવે તેનુ કહેવુ છે કે દક્ષિણપશ્ચિમ મોનસુનના ઇન્તજારનો સમય પૂર્ણ થયો છે. મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. હવામાનના માપદંડના આધાર પર કહી શકાય છે કે ભારતમાં મોનસુન પહોંચી જવાની જાહેરાત કરવાના તમામ માપદંડને પણ તે પૂર્ણ કરે છે. મોનસુનના ટેકનિકલ પાસાને છોડી દેવામાં આવે તો કેરળમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. અત્રે નોંધનીય છે કે સામાન્ય રીતે કેરળમાં મોનસુન પહેલી જુનના દિવસે પહોંચી જાય છે. ત્યારબાદ મોનસુન ઉત્તરની તરફ વધે છે.
૧૫મી જુલાઇ સુધી મોનસુન સમગ્ર દેશમાં પહોંચી જાય છે. આ વર્ષે વહેલી તકે વરસાદ પડવાને લઇને ખેડુતો માટે સારા સંકેત તરીકે ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં ખરીફ પાક માટે વાવણી ખેડુત વહેલી તકે શરૂ કરી શકે છે.
જો કે આઇએમડી કહે છે કે મોનસુનની એન્ટ્રી કેરળમાં વિધીવતરીતે હવે થઇ રહી છે. સોમવારના દિવસે કેરળમાં શાનદાર વરસાદ થયો છે. અમે પોતાની પરિભાષા હેઠળ માપદંડને ધ્યાનમાં લઇને આની જાહેરાત કરીશુ. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. પ્રાઇવેટ વેધર એજન્સી મોનસુનને લઇને ખુશ છે. બે સંસ્થાઓ વચ્ચે મોનસુન બેસી જવાને લઇને વિરોધાભાષની સ્થિતિ જોવા મળી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પણ છઠ્ઠી જુન સુધી મોનસુનની એન્ટ્રી થઇ જવાની શક્યતા દેખાઈ રહી છે. મોસમ વિભાગના કહેવા મુજબ પરિસ્થિતિ જો સાનુકુળ રહેશે તો મોનસુન આ ગતિથી ચાલીને પાંચ-છ જૂનના દિવસે મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચી જશે અને મુંબઈમાં જોરદાર વરસાદની શરૂઆત થશે. આનાથી ગરમીથી બેહાલ થયેલા મુંબઈ વાસીઓને મોટી રાહત મળી જશે. સામાન્યરીતે કેરળમાં પહેલી જૂનના દિવસે મોનસુન બેસી જાય છે પરંતુ આ વખતે ત્રણ દિવસ પહેલા વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસુ કેરળમાં આવી ગયા બાદ મુંબઈમાં પણ આ વખતે ચાર દિવસ પહેલા એટલે કે છઠ્ઠી જૂન સુધી પહોંચવાની સંભાવના છે. કેરળ-કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલા હવાના ઓછા દબાણના પટ્ટાના કારણે મુંબઈમાં વાદળછાયુ વાતાવરણ રહેલું છે. આગામી ૨૪ કલાકમાં સ્થિતિ વધુ બદલાઈ તેવી શખ્યતા દેખાઈ રહી છે.
કેરળમાં ચોમાસુ બેસવાના સંદર્ભમાં હવામાન વિભાગે પણ આખરે સ્પષ્ટતા કરી દીધી છે. કેરળ પછી કોંકણ મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે. ચોમાસા પહેલાના વરસાદે લાતુર જિલ્લાના નિલંગા તાલુકામાં એકનું મોત થયું છે.વિદર્ભ અને મરાઠવાડામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Related posts

અખિલેશ હવે નમાઝવાદી પાર્ટી અધ્યક્ષ : અમરસિંહ

aapnugujarat

મોદી-ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થઇ : છ સમજૂતિ પર હસ્તાક્ષર

aapnugujarat

પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટીવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1