Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલના અણધાર્યા રિઝલ્ટ : મોટા માથાની હાર

ગુજરાત બાર કાઉન્સીલની અત્યંત પ્રતિષ્ઠાભરી અને બહુ મહત્વની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે અને આજે મતગણતરીને ચાર દિવસ વીત્યા છતાં કોઇ સત્તાવાર પરિણામ જાહેર થઇ શક્યુ નથી. આવતીકાલે બપોરે કે ત્યારબાદ એક પછી એક પરિણામો ક્રમશઃ જાહેર થતાં જાય તેવી શકયતા છે. અલબત્ત પરિણામોની જોરદાર ઉત્તેજના, કશ્મકશ અને હૃદયના ધબકારા વધારી દે તેવી મતગણતરીની પ્રક્રિયા વચ્ચે કેટલાક દિગ્ગજ ઉમેદવારો હારી ગયા તે સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. બીજીબાજુ, જીતની નજીક અથવા તો આગળ ચાલી રહેલા ઉમેદવારોમાં પણ પરિણામને લઇ જોરદાર ઇન્તેજારી વર્તાઇ રહી છે. બાર કાઉન્સીલની મતગણતરી હજુ ત્રણ-ચાર દિવસ ચાલે તેવી શકયતા છે. જો કે, દેશભરની તમામ બાર કાઉન્સીલની ચૂંટણીના પરિણામો તો આખરે સત્તાવાર રીતે તો સુપ્રીમકોર્ટ દ્વારા રચાયેલી બાર કાઉન્સીલ ઇલેકશન ટ્રિબ્યુનલ દ્વારા જ આગામી દિવસોમાં જાહેર કરાશે. ગુજરાત બાર કાઉન્સીલ સહિતની જે તે બાર કાઉન્સીલ તેમની ચૂંટણીના પરિણામો જાહેર કરી ટ્રિબ્યુનલમાં મોકલી આપશે અને તેની પુખ્ત ખરાઇ અને ચકાસણી બાદ ટ્રિબ્યુનલ દ્વારા તે પરિણામોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ચાલી રહેલી મતગણતરીમાં આ વખતે અણધાર્યા પરિણામો જોવા મળ્યા હતા, જેમાં કેટલાય દિગ્ગજ ઉમેદવારો હારી ગયા હતા, જેને લઇ બાર કાઉન્સીલમાં જવાનું તેમનું સપનું રોળાઇ ગયું હતું. જે ઉમેદવારોની હાર નક્કી થઇ ગઇ છે અથવા તો હારી ગયા છે, તેમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયા, હરમઝ શેઠના, પી.પી.સોલંકી-અંકલેશ્વર, નીલેશ ત્રિવેદી-અમદાવાદ, આર.આર. પ્રજાપતિ-અમદાવાદ, વિરેન્દ્રસિંહ ચૌહાણ-ગોધરા, નીતિન ગાંધી-અમદાવાદ, ડી.એમ.ડાભી-ભાવનગર, બિપીન પટેલ-આણંદ, જીગ્નેશ જોષી-રાજકોટ, અજીતસિંહ ગોહિલ-ગાંધીનગર, પૂર્વ સાંસદ ગોપાલસિંહ સોલંકી-ગોધરા સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
બીજીબાજુ જે ઉમેદવારો જીતની નજીક મનાય છે અથવા તો જીતમાં આગળ પડતા ચાલી રહ્યા છે તેમાં ડી.કે.પટેલ-રાજકોટ, આર.એમ.પટેલ-સુરત, એચ.આઇ.પટેલ-સુરત, અનિલ સી.કેલ્લા-અમદાવાદ, કરણસિંહ વાઘેલા-અમદાવાદ, ભરત ભગત-અમદાવાદ, પરેશ વાઘેલા, દિપેન દવે, અનિરૂધ્ધસિંહ ઝાલા, મનોજ અનડકટ, કિશોર ત્રિવેદી, આર.જી.શાહ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની બાર કાઉન્સીલની ચૂંટણીમાં ૯૯ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી ૨૫ સભ્યો ગુજરાત બાર કાઉન્સીલમાં ચૂંટાઇને જશે.બાર કાઉન્સીલની ચૂંટણીના ઇતિહાસમાં મતગણતરી સૌપ્રથમવાર હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે હાથ ધરાઇ રહી છે. જે લગભગ દસથી બાર દિવસ સુધી ચાલે તેવી શકયતા છે. ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે આવતીકાલથી સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી મતગણતરી હાથ ધરવામાં આવશે.આ મતગણતરીની સૌથી નોંધનીય અને વિશેષતા એ છે કે, બાર કાઉન્સીલની ચૂંટણીમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ પ્રેફરેન્શીયલ વોટીંગ સીસ્ટમ હોઇ અને તેની મતગણતરી અટપટી હોઇ મતગણતરી માટે ખાસ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેટેસ્ટીક વિભાગના નિષ્ણાત પ્રોફેસરોની મદદ લેવામાં આવી છે. લગભગ ૩૩ જેટલા નિષ્ણાત તજજ્ઞો મતગણતરીની પ્રક્રિયા માટે ખાસ ફરજ પર તૈનાત કરાયા છે.

Related posts

રોગચાળો અટકાવવા હવે શહેરમાં બે મહિના બાદ દવા છંટાશે

aapnugujarat

સમાજ કલ્યાણ વિભાગની ૧૩ યોજના ઓનલાઈન કરાઈ

aapnugujarat

Gujarat bags two awards in the Health Sector from the Central Government

aapnugujarat

Leave a Comment

UA-96247877-1