Aapnu Gujarat
બ્લોગ

ડૉ આંબેડકરના જ આટલા ગુણગાન કેમ? ચલો સચ્ચાઈ જાણી લઈએ.

1895 માં પહેલીવાર બાલ ગંગાધર તિલકે સંવિધાન લખ્યું હતું હવે આનાથી વધારે હું સંવિધાન પર ના બોલું તોજ ઠીક રહેશે. ફરી 1922માં ગાંધીજીએ સંવિધાન બનાવવાની માંગણી કરી મહમદ અલી ઝીણા અને સરદાર પટેલ અને નહેરુસુધી ન જાણે કોણે કોણે અને કેટલાએ સંવિધાન રજૂ કર્યું. આ લોકો પોતાના જૂથમાં જ એકબીજા મુસદ્દા બનાવતા તો બીજો ફાડી નાંખતા,
બીજો બનાવતો તો ત્રીજો ફાડી નાખતો અને આ રીતે 50 વર્ષમાં કોઈપણ વ્યક્તિ ભારતના એક (સંવિધાન) ના મુસદ્દા બ્રિટિશ સરકાર સામે રજૂ ન કરી શક્યા. એનાથી ય મજાની વાત એ છે કે સંવિધાન ન તો અંગ્રેજોને બનાવવા દીધું અને ન તેઓ જાતે બનાવી શક્યા. અંગ્રેજો પર એવો આરોપ લગાવતા કે તમે સંવિધાન બનાવશો એને અમે આઝાદીની દ્રષ્ટિએ સ્વીકાર કેવીરીતે કરીએ? વાતમાં પણ સત્ય હતું. પરંતુ ભારતના કોઈપણ વ્યક્તિને એ જ ખબર નહતી કે આટલા મોટા દેશનું સંવિધાન કેવું હશે. અને તેમાં કેવી કેવી બાબતો હશે. લોકશાહી(લોકતંત્ર) કેવું હશે? પ્રશાસન કેવું હશે? સમાજને કેવા અધિકાર, ફરજો અને હક્કો હશે વગેરે વગેરે….

અંગ્રેજ ભારત છોડવાની જાહેરાત કરી ચુક્યા હતા પરંતુ તે એ શરતે કે એની પહેલા તમે ભારતના લોકો પોતાનું સંવિધાન બનાવી લો જેનાથી તમારા ભવિષ્ય માટે જે સપનાઓ છે એના ઉપર તમે કામ કરી શકો. તેમ છતાં પણ કેટલીય બેઠકો ના ધક્કા થયા પરંતુ કોઈપણ ભારતીય સંવિધાન ની વાસ્તવિક રૂપરેખા સુધા નક્કી ન કરી શક્યા. આ નાટકો નો દોર પૂરો નહતો થતો. સાયમન કમિશન જ્યારે ભારતમાં આવવાની તૈયારીમાં હતું એના પહેલા જ ભારતના સચિવ લોર્ડ બરકન હેડ દ્વારા ભારતના નેતાઓને ચેતવણી આપતા સ્વરમાં ભારતના તમામ નેતાઓ, રાજાઓ અને પ્રતિનિધિઓને કહ્યું કે આટલા મોટા દેશમાં જો કોઈપણ વ્યક્તિ સંવિધાનનો મુસદ્દો રજૂ નથી કરી શકતું તો આ દુર્ભાગ્યની વાત છે જો તમારે બ્રિટિશ સરકારની અથવા કોઈપણ સલાહકાર અથવા જાણકારની જરૂર છે તો અમે તમારી મદદ કરવા માટે તૈયાર છીએ અને સંવિધાન તમારી ઈચ્છાઓ અને જનતાની આશાઓને અનુરૂપ હોય. છતાં પણ જો તમે કોઈપણ ભારતીય કોઈપણ પ્રકારનો સંવિધાનીક મુસદ્દો રજૂ કરો છો તો અમે તે સંવિધાન ને કોઈપણ પ્રકારની ચર્ચા વગર સ્વીકાર કરી લઈશું.
પણ જો તમે સંવિધાન નો મુસદ્દો રજૂ ન કર્યો તો સંવિધાન અમે બનાવીશું અને તેનો બધાએ સ્વીકાર કરવો પડશે.]

એમ ન સમજતા કે આજકાલ જેમ કેટલાય સંગઠનો સંવિધાન બદલવાની વાત કરે છે અને જો અંગ્રેજો આપણા દેશનું સંવિધાન લખતા તો આપણે આઝાદી પછી એને સંશોધિત કરી શકતા કે બદલી શકતા. પહેલા તમારે એ સમજવાની જરૂર છે કે જ્યારે પણ કોઈપણ દેશનું સંવિધાન અમલમાં આવે છે તો તે સંવિધાન એ દેશનું જ નહીં માનવ અધિકાર અને સંયુક્ત રાષ્ટ્ર તથા વિશ્વ સમુદાય સમક્ષ એક દસ્તાવેજ હોય છે.જે દેશનું પ્રતિનિધિત્વ અને જન માનસ ના અધિકારોનું સંરક્ષણ કરે છે. બીજી વાત કોઈપણ સંવિધાનના સંશોધનમાં સંસદની બહુમતી અને કાર્યપાલિકા ની ભૂમિકા ની સાથે સમાજના દરેક તબકાની(વર્ગોની) સુનિશ્ચિત અને પર્યાપ્ત ભાગીદારી પણ જરૂરી છે એટલે ફાલતુ ખોટા ખ્યાલો મગજમાંથી કાઢી નાખવા જોઈએ.
બીજું ઉદાહરણ.
જાપાન એક વિકસિત દેશ છે
અમેરિકાએ જાપાનના બે શહેર હીરોસીમાં અને નાગાસાકી ને પરમાણુ હુમલાથી રાખ કરી નાખ્યું હતું. ત્યારબાદ જાપાનનું પુનરૂત્થાન કરવા માટે અમેરિકા ના રાજનેતાઓ, સૈન્ય અધિકારીઓ અને શિક્ષણવિદો એ મળીને જાપાનનું સંવિધાન લખ્યું હતું. ફેબ્રુઆરી 1946 માં કુલ 24 અમેરિકી લોકોએ જાપાનની સંસદ ડાઈટ માટે કુલ એક અઠવાડિયામાં ત્યાનું સંવિધાન લખ્યું હતું. જેમાં 16 અમેરિકી સૈન્ય અધિકારીઓ હતા. આજે પણ જાપાની લોકો કહે છે કે કાશ અમને પણ ભારત જેમ પોતાનું સંવિધાન લખવાનો અવસર મળ્યો હોત.
છતાં પણ જાપાની એક ધાર્મિક રાષ્ટ્ર અને અમેરિકા એક ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર હોવા છતાંય બન્ને દેશ તરક્કી અને ખુશહાલી પર જોર આપી રહ્યા છે.
લૉર્ડ બરકન હેડ ની ચેતવણી પછી પણ કોઈ પણ વ્યક્તિ સંવિધાનીક મુસદ્દો સુધ્ધા રજૂ ન કરી શક્યા અને દુનિયાની સામે ભારતના માથા પર કલંક લાગ્યું. આ સભામાં ફક્ત કોંગ્રેસજ શામિલ નહતી પરંતુ મુસ્લિમ લીગ, હિન્દૂ મહાસભા જેની વિચારધારા આજે ભાજપ અને સંઘ માને છે એ લોકો પણ હતા. રાજાઓના પ્રતિનિધિઓ તથા અન્ય પણ હતા. એટલા માટે જવાહરલાલ નહેરુ ઇંગ્લેન્ડથી સંવિધાન વિશેષજ્ઞો ને બોલાવવા માટે વિચાર કરી રહ્યા હતા. આવી બેઇજ્જતી અને ધજાગરા થયા પછી ગાંધીજીને અચાનક ડૉ બાબાસાહેબ આંબેડકર યાદ આવ્યાં અને તેઓને સંવિધાન સભામાં શામિલ કરવાની વાત કરી.
આ સમય સુધી એમના કોઈ પણ આંબેડકર નું નામ પણ નહતા લેતા. સરદાર પટેલે તો ત્યાં સુધી કહી દીધેલું કે આંબેડકર માટે દરવાજા તો શું અમે બારીઓ પણ બંદ કરી દીધી છે હવે જોઈએ છીએ તેઓ કેવીરીતે સંવિધાન સમિતિમાં શામિલ થાય છે. જો કે સંવિધાન પ્રત્યેનું સમર્પણ જોઈને સરદાર પટેલે ડૉ બાબાસાહેબ આંબેડકરને “ઉત્તમ પાક આપવા વાળા બીજ” કહ્યા હતા. કેટલાય સભ્યો, કેટલીય સમિતિઓ, કેટલાય સંશોધનો, કેટલીય સલાહ સૂચનો અને કેટલાય દેશોના વિચારો પછી ફક્ત બી એન રાવના પ્રયત્નો પર ઝીણાએ પાણી ફેરવી નાખ્યું જ્યારે ઝીણા બે બે સંવિધાન લખવા પર અડી ગયા. એક પાકિસ્તાન માટે અને એક ભારત માટે. કેમ કે આ આણી મંડળી પર મુસલમાનો ને ય ભરોસો નહતો.
અલગ પાકિસ્તાનની જાહેરાત પછી પહેલીવાર 9 ડિસેમ્બર 1946 થી ભારતીય સંવિધાન પર જોરદાર કામ થયું. આ રીતે ડૉ બાબાસાહેબ આંબેડકરે સંવિધાન નો મુસદ્દો તૈયાર કરી દુનિયાને ચોંકાવી દીધી. આજે એ લોકો સંવિધાન બદલવાની વાત કરે છે જેઓના બાપદાદાઓએ આખી દુનિયામાં દેશની આબરૂના ધજાગરા કર્યા હતા. મુસદ્દા તૈયાર કર્યા પછી પણ આગળ આખરી ઓપ (અમલીજામાં) આપવા ઉપર કામ થયું જેમાં પણ ખૂબ નાટકબાજી થઈ. ડોકટર બાબાસાહેબ આંબેડકર સાથે સમિતિમાં એક વ્યક્તિ જ હતી કે જેઓએ સંવિધાન પર મનથી કામ કર્યું. પુરી મહેનત અને લાગણીથી 26 નવેમ્બર 1949 ના દિવસે પુરા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી ડૉ બાબસાહેબે દેશવાસીઓ સામે દેશનું આપણું સંવિધાન રાખ્યું જેના દમ ઉપર આજે દેશ વિકાસ અને શિક્ષણ તરફ અગ્રેસર આગળ વધી રહ્યો છે અને કહેવા વાળા કહેતા રહે પરંતુ બાબાસાહેબ ના સમર્પણ ને આ ભારત દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. આપણે તેઓને માત્ર સંવિધાન નિર્માતા સુધી સીમિત ન કરી શકીએ, #આર્કિટેક્ટઑફમોર્ડન_ઇન્ડિયા એમ જ નથી કહેવાતા કઈક તો જાણવું પડશે તેઓનું યોગદાન સમર્પણ કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિકતા માનવતા અને તેમના જીવન સંઘર્ષ વિશે પણ.
બ્રિટિશ સરકારે 1890 પછી જાહેરાત કરી કે હવે ભારતને આઝાદી આપવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ ભારતીય નેતાઓ સમવિધાનના મુસદ્દા તૈયાર કરે. ડૉ બાબાસાહેબ નો જન્મ 1891 માં થયો હતો.. એટલે સમજાય તો સલામ..
આટલું જાણ્યા પછી પણ જો એક ભારતીય તરીકે બાબાસાહેબ પર ગર્વ ન થાય અને ડોકટર બાબાસાહેબ અમર રહે શબ્દ ન નીકળે તો કોઈ ઈલાજ નથી જ..
જય મૂળ નિવાસી..

 

Related posts

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો ! 

aapnugujarat

HINDI POEM

aapnugujarat

मिलावटियों को मौत की सजा दें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1