Aapnu Gujarat
બિઝનેસ

ભારત સરકારે હાઇસ્પીડ ઇન્ટરનેટ માટે લાઇ-ફાઇ ટેકનોલોજીનું કર્યું પરીક્ષણ

જો તમારા ઘરમાં વિના કોઇ બ્રોડબેન્ડ કે વાઇફાઇ, તમારા ઘરની દિવાલ પર લાગેલા એલઇડી બલ્બ દ્વારા તમને હાઇસ્પીડ ઇન્ટરનેટ મળી જાય તો તથા વિચારો કે એક એલઇડી લિટ ફિલ્મ બિલબોર્ડ તમારા સ્માર્ટફોન માટે હાઇ ક્વોલિટી વીડિયો અને ગીતોને રિલે કરે તો. જોકે સ્વપ્ન લાગતી આ વાત બહુજ જલ્દી વાસ્તવિક બની જશે.અહીં તમને જણાવીએ કે ભારત સરકારે આ ટેક્નોલોજીનું પહેલું પરિક્ષણ કરી લીધું છે. જે તમારા સ્વપ્નને સાકાર બનાવી શકે છે સાથે જ અન્ય કેટલાય ફિચર્સને પણ તમારા માટે ઇનેબલ કરી શકે છે. એક પાઇલોટ પ્રોજેક્ટ રૂપે, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આવી જ એક ટેક્નોલોજી જેને લાઇ-ફાઇ (લાઇટ ફિડેલિટી) નામ આપવામાં આવ્યું છેનું પરીક્ષણ કર્યું છે.
આ ટેક્નોલોજી એલઇડી બલ્બ અને લાઇટ સ્પેક્ટ્રમનો ઉપયોગ ૧ કિલોમીટરના દાયરામાં પ્રતિ સેકન્ડ ૧૦જીબી સુધી હાઇસ્પીડ ડેટાનું સંચાર કરવા માટે કરે છે.આ વિચાર દેશના રિમોટ અને દુર્લભ વિસ્તારોને જોડવા ધ્યાને લેવાયો છે જે ફાયબર સુધી નથી પહોંચી શકતા.  તે માત્ર ઇલેક્ટ્રિસીટીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અહી જણાવીએ કે આ ટેક્નોલોજીનો ઉપયોગ હોસ્પિટલો સાથે જોડાવા માટે કરી શકાય છે. જ્યાં નિયમિત ઇન્ટરનેટ કેટલાક ઉપકરણો સિવાય પાણીની અંદર પણ કનેક્ટિવિટી આપવામાં મુશ્કેલ બને છે.એજ્યૂકેશન અને રિસર્ચ નેટવર્કના ડીન નીના પહુજાએ કહ્યું છે કે લાઇ-ફાઇનો સૌથી મોટો ઉપયોગ દેશના આગામી સ્માર્ટ શહેરોમાં થઇ શકે છે. જેનો મૂળ વિષય આધુનિક શહેર વ્યવસ્થાપન માટે ઇટરનેટ ઓફ થિંગ્સ હશે અને એલઇડી બલ્બથી જોડાયેલ હશે.

Related posts

તમિલનાડુમાં ફોક્સકોને iPhoneનું ઉત્પાદન શરૂ કરી દીધું

aapnugujarat

सोना 15 सप्ताह के उच्चतम स्तर पर

aapnugujarat

અદાણીના હાથમાંથી વધુ એક મોટી ડીલ ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1