Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા મૂડી માર્કેટમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરાયું

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં ભારતીય મુડી માર્કેટમાં ત્રણ અબજ ડોલર અથવા તો ૧૮૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. કોર્પોરેટ કમાણીના સારા આંકડા અને આકર્ષક પરિણામને લઇને નવી આશા જાગી છે. આંકડા દર્શાવે છે કે, ડિસેમ્બર મહિનામાં મૂડીમાર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ ૩૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. આંકડા મુજબ એફપીઆઈએ એકથી ૨૫મી જાન્યુઆરી દરમિયાનના ગાળામાં ઇક્વિટીમાં ૧૧૭૫૯ કરોડ રૂપિયા ઇક્વિટીમાં ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૬૧૨૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૮૬૬ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એમએફ ફંડ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, એફપીઆઈ પણ ૨૦૧૮માં ૨૦૧૭ની જેમ દેખાવ કરી શકશે નહીં. ૨૦૧૯માં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેથી સરકાર પાસેથી આર્થિક સુધારાની અપેક્ષા દેખાઈ રહી છે. સમગ્ર ૨૦૧૭માં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ મળીને મુડી માર્કેટમાં બે લાખ કરોડનુ રોકાણ કરવામાં આવ્યુ હતુ. નવેસરના આંકડા મુજબ વર્ષ ૨૦૧૭માં ડેબ્ટ માર્કેટમાં ૧.૪૯ ટ્રિલિયન રૂપિયા ઠાલવી દેવામાઆવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં ૪૩૬૪૫ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૪માં ક્રમશ ૪૫૮.૫૬ અબજ અને ૧.૬ ટ્રિલિયન રૂપિયા મળ્યા હતા. સરખામણીમાં વિદેશી રોકાણકારોએ ગયા વર્ષે ૫૧૦ અબજ રૂપિયાની ખરીદી કરી હતી. નવેમ્બર મહિનામાં ૧૯૭૨૮ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. માર્ચ મહિના બાદથી એફપીઆઈ દ્વારા સૌથી જંગી રોકાણ કરવામાં આવ્યું હતુ. માર્ચ મહિના બાદથી એફપીઆઇ દ્વારા સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યુ હતુ. માર્ચ મહિનામાં ઇક્વિટી માર્કેટમાં ૩૦૯૦૬ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી રહી હતી.ઓક્ટોબર મહિનામાં સ્ટોક માર્કેટમાં ૩૦૦૦ કરોડથી વધુ નાણાં ઠાલવી દેવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૯૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા તે પહેલા સપ્ટેમ્બર મહિનામાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. બેંકોની સ્થિતીને મજબુત કરવા માટે સરકાર દ્વારા ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગયા વર્ષે ૨૪મી ઓક્ટોબરના દિવસે નાણાંપ્રધાન અરૂણ જેટલી દ્વારા બેંકોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ સ્થિતી વધારે આશાસ્પદ દેખાઇ રહી છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

Related posts

NSE-MCXની મર્જર મંત્રણા હાલ યથાવત જારી

aapnugujarat

दिवालिया हो सकती है DHFL

aapnugujarat

Anil Ambani gets place into international advisory board of global think-tank The Atlantic Council

aapnugujarat

Leave a Comment

UA-96247877-1