Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિમાનની જેમ વિન્ડો સીટ માટે રેલ્વેમાં વધુ ભાડુ હશે

પ્લેનની જેમવિન્ડો સીટ માટે રેલવે વધુ પૈસા માંગી શકે છે. રેલવેમાં હવે ફ્લેક્સી ફેયર ખતમ હોવાની સંભાવના તો દેખાઇ રહી નથી પરંતુ તેમાં ફેરફાર કરવા માટેની વિચારણામાં રેલવે હાલમાં વ્યસ્ત છે. ફ્લેક્સી ફેયરને અરલાઇન્સના ડાયનેમિક પ્રાઇસિંગની જેમ જ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના કારણે વધારે યાત્રીઓને બેઝ ફેયર પર યાત્રા કરવાની તક મળી શકે છે. આવી જ રીતે સૌથી આગળવાળી અથવા તો વિન્ડો સીટ માટે પણ વધારાના ચાર્જ લાગુ કરવામાં આવી શકે છે. બીજી બાજુ સાઇડ બર્થના ભાડા ઓછા રાખવા માટેની યોજના પણ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પીક સિઝનમાં વધારે ઉંચા ભાડા અને ઓફ સિઝનમાં ભાડા ઓછા રાખવા માટેની પણ યોજના છે. ફ્લેક્સી ફેયર અને ડાયનામિક ફેયર સિસ્ટમમાં અંતર એ છે કે રેલવે ટ્રેનમાં પ્રથમ ૧૦ ટકા સીટ ભરતાની સાથે જ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરી દે છે. આવી જ રીતે બેઝિક ભાડાનો ફાયદો ટ્રેનના માત્ર ૧૦ ટકા યાત્રીઓને જ મળે છે. જ્યારે ઉડ્ડયન સેક્ટરમાં વિમાનની પ્રથમ ૩૦ ટકા સીટ બેઝિક ભાડાથી ભરવામાં આવે છે. હવે વિચારણા કરવામાં આવે છે કે જો રેલવેમાં પણ આ વ્યવસ્થા થઇ જાય તો ૩૦ ટકા સીટ ભરવામાં આવ્યા બાદ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવે તેવી વાત કરવામાં આવે છે. રેલવે દ્વારા યાત્રીઓને વધુને વધુ સુવિધા આપવાના હેતુસર હાલમાં એકપછી એક નવી યોજનાઓ અમલી કરવામાં આવી રહી છે. આ દિશામાં હવે નવી વિચારણા ચાલી રહી છે.

Related posts

૨૬/૧૧ હુમલાને ૧૦ વર્ષ પૂર્ણ થયા છતાં સુરક્ષામાં હજુ ગાબડાં

aapnugujarat

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું અવસાન

aapnugujarat

तेजस्वी ने साधा सीएम नीतीश पर निशाना

editor

Leave a Comment

UA-96247877-1