Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી ઓળખપત્ર ઉપરાંત મતદાન માટે નિયત કરાયેલા નિયત કરાયેલા વૈકલ્પિક દસ્તાવેજી પુરાવા માન્ય ગણાશે

નર્મદા જિલ્લામાં આગામી તા.૯ મી ડિસેમ્બર- ૨૦૧૭ ના રોજ પ્રથમ તબકકામાં ૧૪૮- નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા(અ.જ.જા) વિધાનસભા મત વિસ્‍તારની યોજાનારી ચૂંટણીઓ દરમ્‍યાન મતદાન મથક ઉપર મતદાન અર્થે આવતા મતદારે પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા માટે તેમને આપવામાં આવેલ મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)  રજુ કરવા ભારતના ચૂંટણી પંચે નિર્દેશ કરેલ છે. પરંતુ જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખકાર્ડ(EPIC)  રજૂ કરી શકે તેમ નથી તેવા મતદારોએ મતદાન મથકે ઓળખ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કી કરવામાં આવેલ વૈકલ્પિક દસ્તાવેજો પૈકી કોઇ એક પુરાવો રજુ કરવાનો રહેશે.

જો કોઇ મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ ન કરી શકે અથવા ઓળખકાર્ડમાં કે અધિકૃત મતદાર ફોટો કાપલીનો ફોટો મતદાર સાથે મળતો ન આવે તો તે મતદારે ભારતના ચૂંટણી પંચે તેના તા. ૯/૧૧/૨૦૧૭ ના હુકમથી નિયત કરેલ નીચે દર્શાવેલા વૈકલ્‍પિક ફોટો દસ્‍તાવેજી પુરાવા પૈકીના કોઇપણ એક દસ્‍તાવેજી પુરાવા રજુ કરીને મતદારે પોતાની ઓળખ પ્રસ્‍થાપિત કરવા ભારતના ચૂંટણી પંચે મંજુરી આપી છે.

તદ્અનુસાર, મતદાર ફોટો ઓળખપત્રની અવેજીમાં ચૂંટણીપંચે માન્‍ય કરેલા વૈકલ્‍પિક દસ્‍તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્‍સ, રાજય સરકાર/કેન્‍દ્ર સરકારના જાહેર સાહસો અથવા પબ્‍લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવતાં ફોટો સાથેના ઓળખકાર્ડ, બેંકો અને પોસ્‍ટ ઓફીસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, ઇન્‍કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, નેશનલ પોપ્‍યુલેશન રજીસ્‍ટર (NPR) સ્‍કીમ હેઠળ RGI  દ્રારા આપવામાં આવેલ સ્‍માર્ટકાર્ડ, MNREGA જોબકાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, ચૂંટણી તરફથી આપવામાં આવેલ અધિકૃત ફોટો વોટર સ્લીપ, સંસદસભ્યો/વિધાનસભ્યો / વિધાન પરિષદનાં સભ્યો દ્વારા આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્રો અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે. જ્યારે મતદારયાદીમાં નોંધાયેલ ભારતીય વિદેશી નાગરિકો (Overseas Electors) એ મતદાન મથક ઉપર પોતાની ઓળખ માટે તેમનો અસલ પાસપોર્ટ રજુ કરવાનો રહેશે.

મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરનાર મતદાર તરફથી રજુ કરવામાં આવતાં મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) માં મતદારના નામ, સરનામા કે અન્ય વિગતોની નોંધમાં તેમજ મતદાર યાદીમાં દર્શાવેલ EPIC નંબરમાં જો સામાન્ય ભૂલ હોય તયો માન્ય રાખવા ચૂંટણી પંચે જણાવેલ છે. તેમજ ચૂંટણી પંચના પત્રની નકલ તમામ પ્રિસાઇડીંગ ઓફિસરને ઉપલબ્ધ કરાશે. ચૂંટણીપંચે તા.૯/૧૧/૨૦૧૭ ના હુકમથી જે મતદારોને મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)  આપવામાં આવેલ છે, તેઓને ઓળખકાર્ડ રજુ કરવાનું અથવા જો તે રજુ ના કરી શકે તો તેવા મતદારોને વિધાનસભાની આ ચૂંટણી દરમિયાન મતદાન અર્થે પોતાની ઓળખ પ્રસ્થાપિત થઇ શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉપરોક્ત વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇપણ પુરાવો રજુ કરવાનું ફરજિયાત છે, જેની સ્થાનિક મતદારો, હરીફ ઉમેદવારો તથા રાજકીય પક્ષોને જાહેર નોંધ લેવા જિલ્લા ચૂંટણીતંત્ર, નર્મદા તરફથી જણાવાયું છે.

Related posts

Traffic jams, water logging as sudden rain lashes out in parts of Gujarat

aapnugujarat

મને અને મારા પુત્રને ઉઠાવી લેવાની ધમકી મળી છે : દિનેશ બાંભણીયા

aapnugujarat

ગુજરાત : પોલિયો રસીકરણ હેઠળ બાળકોને રસી અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1