Aapnu Gujarat
બ્લોગ

દિવાળી પર્વનું પારંપરિક મહત્વ

ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી ઘરમાં અખંડ દીપ પ્રજવલિત કરવાથી ઘરમાં પાંચ તત્વ- અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વી સંતુલિત રહે છે. ધનતેરસ કુબેરની પૂજા કરવાનો દિવસ છે. કુબેર લક્ષ્મીના સેવક અને ખજાનાના રક્ષક માનવામા આવે છે. કારતક કૃષ્ણ પક્ષ ત્રયોદશીની રાત્રિ પહેલા વિધ્નવિનાશક ધન્વન્તરીની પૂજા કરવાથી આરોગ્ય, આયુષ્ય અને સુખ પ્રાપ્તિની કામના પૂરી થાય છે. દિવાળી પાંચ દિવસનો મહાપર્વ કહેવાય છે. દિવાળીનો તહેવાર કારતક અમાસના દિવસે ઉજવામા આવે છે. આ પર્વની શરૂઆત ધનતેરસથી કરવામા આવે છે. ઘરમા સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ તથા વાસ્તુ દોષના શમન માટે ધનતેરસથી ભાઇબીજ સુધી ઘરમાં અખંડ દીપ જલાવામા આવે છે. જે ઘરમાં આખુ વર્ષ સંપત્તિ આવે તેવી ઇચ્છા રાખનાર વ્યકિતએ ઘરમા આવેલ પૂજા સ્થળની સફાઇ કરીને પીળા વસ્ત્રો પાથરીને ભગવાન કુબેરની પ્રતિમા અને કુબેર યંત્ર સ્થાપિત કરવુ જોઇએ. ત્યાર પછી ઉત્તર દિશામાં કુબેરની પ્રતિમા મુકીને ૧૦૮ વખત કુબેર મંત્રનો જાપ કરવો જોઇએ. કુબેર પ્રતિમા, કુબેર મંત્ર, કુબેર યંત્રથી હંમેશા ઘરમાં સમુદ્ધિ અને સંપત્તિના દ્રાર ખુલ્લા રહે છે. સમુદ્ર મંથન દરમ્યાન ઘરમાં ધન ત્રયોદશીના દિવસે ધન્વન્તરી દેવતા હાથમાં કળશ લઇને પ્રકટ થયા હતા  તેથી આ દિવસને ધન્વન્તરી જયંતિ તરીકે પણ ઓળખવામા આવે છે. ધન્વન્તરી દેવતા હાથમા કળશ લઇને પ્રકટ થયા હોવાથી લોકો આ દિવસે કળશ ખરીદતા હતા. વર્તમાન સમયમા લોકો કળશ સિવાય સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટેનોે શુભ દિવસ માનતા હોય છે. ધનતેરસના દિવસે ગણેશજી-લક્ષ્મીમાતાની મૂર્તિ ખરીદવાનુ વધારે શુભ માનવામા આવે છે. લક્ષ્મીમાતાની મૂર્તિમાં તે હાથી પર બેઠેલા હોય તો વધારે શુભ મનાય છે. હાથી સ્થિરતાનુ પ્રતિક છે. તેથી દરેક મંદિરની બહાર પણ બે બાજુ હાથીની પ્રતિમા મુકવામા આવે છે. ધન નિર્મિત દીપદાન માટે પણ જાણીતી છે. સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા ઉપર અન્નથી કરેલ ઢગલા ઉપર લોટમાંથી કોળીયા બનાવીને તેમાં દિપ પ્રગટવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. કાળી ચોદશને નર્ક ચૌદશ પણ કહેવામા આવે છે. આ દિવસે ભગવાના કૃૅષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ નરક ચૌદશ કહેવાય છે.આ દિવસે મહાકાળી માતાનુ પૂનજ થાય છે. પરપીડન માટે વપરાય તે અશક્તિ, સ્વાર્થ માટે વપરાય તે શક્તિ, રક્ષણાર્થે વપરાય તે કાલી અને પ્રભુકાર્યાર્થ વપરાય તે મહાકાળી.  સ્વાર્થ માટે શક્તિ વાપરનાર દુર્યોધન, બીજાના ચરણે શક્તિ ધરનાર કર્ણ તેમજ પ્રભુકાર્યમાં શકિતનુ હવન કરનાર અર્જુન આમના જીવન પરથી વેદવ્યાસે ે આપણને સ્પષ્ટ જીવન દર્શન આપ્યુ છે.  આ દિવસે સૂર્યોદય પહેલા શરીર પર તેલ અને ઉબટ્ટન લગાવીને સ્નાન કરવાનો મહિમા છે. સાંજના સમયે આ દિવસે નર્ક નિવૃતિ હેતુ યમ દેવતાને દિપ પ્રગટાવામા આવે છે. યમરાજાને દિપ પ્રગટાવાથી ્‌અકાળે આવતા મૃત્યુનો ભય રહેતો નથી અને તેમની કૃપા થાય છે. આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવામા આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવી જોઇએ. ભારતીય કાલગણના અનુસાર ૧૪ મનુઓનો સમય સમાપ્ત થયો અને પ્રલય થયા પછી પુનનિર્માણ તથા સૃષ્ટિનો આરંભ દિવાળીના દિવસે થયો હતો. નવઆરંભના કારણે કારતક અમાસને કાલરાત્રિ પણ કહેવાય છે. સૂર્ય પોતાની સાતમી અથવા તુલા રાશિમા પ્રવેશ કરે છે તથા ઉતરાદ્ધનો આરંભ થાય છે. કારતક મહિનાની અમાસ નવી શરૂઆત અને નવ નિર્માણનો આરંભ કરવાનો સમય છે. જીવિદ્યાર્ણવ તંત્રમાં કાલરાત્રિને શક્તિ રાત્રિની સંજ્ઞા આપવામા આવે છે. કાલરાત્રિને શત્રુ વિનાશક માનવામા આવે છે, અને શુભત્વનુ પ્રતિક, સુખ સમુદ્ધિ પ્રદાન કરનાર છે. એક માન્યતા અનુસાર માતા લક્ષ્મીજીનો જન્મદિવસ પણ કહેવાય છે. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી ધરતી પર આવે છે. આ રાત્રે જેની પર માતા લક્ષ્મીજીની કૃપા થાય છે તેનુ આખુ વર્ષ સુખમય જાય છે. ધન આગમન અને લાભનો સ્ત્રોત બની રહે છે. ર્ ર્દિવાળીનુ વર્ણન પ્રાચીન ગ્રંથોમા પણ જોવા મળે છે. આ પર્વને તેનુ ઐતિહાસિક મહત્વ પણ છે. જેના કારણે આ તહેવાર સામાન્ય તહેવાર ના રહીને આખા રાષ્ટ્રનો તહેવાર છે. અનેક ધર્મગ્રંથોમા દિવાળીનુ ઐતિહાસિક મહત્વ જોવા મળે છે. આપણે જાણીએ દિવાળી સાથે જોડાયેલા કેટલાક તથ્યો….ઁ ભગવાન વિષ્ણુ રાજાબિલની દાનશીલતા જોઇને પ્રભાવિત થયા હતા અને તેમને પાતાળ લોકનુ રાજય આપ્યુ હતુ. સાથે સાથે એવુ આશ્વાસન આપ્યુ કે તમારી યાદમા ભૂલોક વાસીઓ હંમેશા દિવાળી મનાવશે. મહાપ્રતાપી અને દાનવીર રાજાએ ત્રણે લોક પર વિજય મેળવીને રાજા બલિ વરદાન પ્રાપ્ત કરીને અભિમાની અને અહંકારી બની ગયો. રાજાબલિના અત્યાચારને કારણે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ત્યારે ભગવાને વામન રૂપ ધારણ કરીને પ્રતાપી રાજા બલિ પાસેથી પૃથ્વી દાનમાં માંગી. મહાપ્રતાપી રાજા બલિ ભગવાનની ચાલાકી સમજી ગયા હતા તેથી તેમણે પૃથ્વીનો ત્રીજો ભાગ દાનમાં આપ્યો. ઁ ત્રેતાયુગમાં ભગવાન રામ રાવણને મારીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે તેમના આગમનથી અયોધ્યાવાસીઓ આનંદિત થયા અને દિપ સળગાવીને તેમનુ અયોધ્યામાં સ્વાગત કર્યુ હતુ. ઁ કારતક અમાસના દિવસે શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિન્દસિંહજી બાદશાહ જહાંગીરના કેદમાંથી મુક્ત થઇ અમૃતસર પાછા આવ્યા હતા. અમૃતસરના સુવર્ણ મંદિરનુ નિર્માણ દિવાળીના દિવસે શરૂ થયુ હતુ. દિવાળીનો તહેવાર વૈશ્યોના ચોપડા પૂજનનો દિવસ. સમગ્ર વર્ષના સરવૈયુ કાઢવાનો દિવસ. આ દિવસે માનવે પોતાના જીવનનુ પણ સમગ્ર વર્ષનુ સરવૈયુ કાઢવાનો દિવસ. આ દિવસે માનવે રાગદ્રેષ અને જીવનમાંથી કટુતા દુર કરી નવા વર્ષને દિવસે પુરાંતમા પ્રેમ, શ્રદ્ધા અને ઉત્સાહ રહે તેનુ ધ્યાન રાખવુ જોઇએ.  નવુ વર્ષ બલિપ્રદા કહેવાય છે. તેજસ્વી વૈદિક વિચારોની ઉપેક્ષા કરી વર્ણાશ્રમ વ્યવસ્થાને ઉધ્વસ્ત કરનાર બલિનો વામને પરાભવ કર્યો. તેની સ્મૃતિમાં બલિ પ્રતિપદાનો ઉત્સવ ઉજવામા આવ્યો હતો. દિવાળી એટલે દિપઉત્સવ. આપણે ઘરના આંગણામા તો દિવા પ્રગટાવીએ છીએ પરંતુ આપણી અંદર પણ દીવો પ્રગટાવવો જોઇએ. મનુષ્યના દિલમા અંધકાર હશે તો બહાર પ્રગટાવેલા હજારો દિવડાઓ નિરર્થક બની રહે છે. દીવો એ જ્ઞાનનુ પ્રતિક છે. ધનતેરસના દિવસે વિત્તને અનર્થ ન માનતા જીવનસાર્થક કરવાની શક્તિ માની મહાલક્ષ્મીની પૂજા કરવાની.કાળી ચૌદશને દિવસે જીવનમાં નર્ક સર્જનારા આળસ, પ્રમાદ, અનિષ્ટ વગેરેને દૂર કરવા જોઇએ. દિવાળીને દિવસે મંત્રની સાધના કરતા કરતા જીવનપથ પ્રકાશિત કરવાનો. જીવનના ચોપડાનુ સરવૈયુ કાઢતી વખતે જમા પાસે ઇશ્વરની કૃપા રહે તે માટે પ્રભુકાર્યના પ્રકાશથી જીવનને ભરી દેવાનુ.  દિવાળીના દિવસે માતા લક્ષ્મીનુ પૂજન કરવા માટે વિવિધ સામગ્રીની જરૂર પડે છે. તેમાં કેટલીક વસ્તુઓ લક્ષ્મીજીને વધારે પ્રિય છે. તેનો ઉપયોગ કરવાથી લક્ષ્મીમાતાની કૃપા ્‌આપણી ઉપર રહે છે. લક્ષ્મી માતાના વસ્ત્રોમા લાલ,ગુલાબી અને પીળા રંગના વસ્ત્રો માતાજીને વધારે પ્રિય છે. માતાજીને પુષ્પમાં ગુલાબ અને કમળ વધારે પ્રિય છે. ફળમાં નારિયેળનો  પ્રસાદ કરી શકાય છે. સુગંધિત વસ્તુઓમાં કેવળા, ગુલાબ અને ચંદન પ્રિય છે. અનાજમા ચોખા અને મિઠાઇમા ઘરમા બનાવેલ શુદ્ધ મિઠાઇને પસંદ કરે છે. દિપ પ્રગટ કરવા માટે ગાયનુ ધી, તલનુ તેલ અને મગફળીનુ તેલ વાપરવામા આવે છે.આ રીતે લક્ષ્મીમાતાની પૂજા માટેની સામગ્રી લઇને ચોખ્ખા આસન પર તમારે બેસવુ જોઇએ. અને પૂજા કરવી જોઇએ.  દિવાળીના દિવસે આખો દિવસે બાળકો અને મોટાઓ આનંદ કિલ્લો કરે છે અને રાત્રે દિવાા કરીને ફટાકડા ફોડવાનો આનંદ માણે છે. દિવાળીના બીજા દિવસે બેસતુ વર્ષ આવે છે. આ દિવસે નવા વર્ષનો આરંભ થાય છે. તેથી આ દિવસે વહેલા સવારે ઉઠીને દેવના દર્શન માટે મંદિર જવાનો મહિમા છે. ઘરમા પણ દેવ પૂજા કરીને વડીલોને પગે લાગીને સારા આર્શીવાદ મેળવવાના છે. બેસતા વર્ષના દિવસે દરેક નવા વર્ષ માટે અભિનંદન આપે છે અને હેપી ન્યૂ ઇઅર, સાલ મુબારક જેવા શબ્દોથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે. બેસતા વર્ષના દિવસે નવા કપડાં પહેરવાનો, સારા મિષ્ટાનો ખાવાનો દિવસ છે. બેસતા વર્ષના દિવસે જૂનું વેરઝેર ભૂલીને શત્રુનું પણ શુભચિંતન કરવાનુ. નવુ વર્ષ એટલે સારા સંકલ્પો કરવાનો દિવસ. દિવાળીના પાંચ તહેવારમાં છેલ્લો તહેવાર આવે છે ભાઇ બીજનો આ દિવસે ભાઇ અને બેનના હેતનુ પર્વ છે.કારતક માસના શુકલ પક્ષની દ્રિતીયા યમદ્રિતીયા કહેવાય છે. તેને આપણે ભાઇબીજ તરીકે ઓળખીએ છીએ. તે દિવસે યમુનાજીએ પોતાને ઘેર યમને પૂજા કરી પ્રથમ જમાડયા છે. પ્રસન્ન થયેલા યમરાજે બહેનને વરદાન માંગવા કહ્યુ . યમુનાજીએ માગ્યુ હે ભાઇ, તમારે દર વર્ષે આ દિવસે મારે ઘેર જમવા આવવુ તેમજ આ દિવસે જે ભાઇ પોતાની બહેનના હાથથી ભોજન કરે તેને તમારે સુખ આપવુ. જે માણસ ભાઇબીજના દિવસે બહેનને ઘેર ભોજન કરતો નથી તેનું આખા વર્ષમાં કરેલુ પુણ્ય નાશ પામે છે. ભાઇનુ આયુષ્ય વધે તે માટે બહેને યમરાજાની પૂજા કરવી.  કૃષ્ણ અને દ્રોપદીએ ભાઇ બહેનની એવી અનોખી જોડી રચી કે જેથી તેમના નામ પરથી બહેન દ્રોપદીનુ નામ કૃષ્ણા પડયુ. પોતાનો ભાઇ બીજના ચંદ્ર જેવો કર્મયોગી બને એવી બહેનની અભિલાષા હોય છે. બીજનો ચંદ્ર વિકાસશીલ છે.  પરણીને સાસરે ગયેલ બહેન માટે પોતાના ભાઇ સાથે મિલન થાય તે રોજ શકય હોતુ નથી. બીજના ચંદ્રની માફક ભાઇ બહેનને કયારેક મળતો ે હોય છે. કયારેક ભાઇ પોતાની બહેનની ઘેર આવી શકે નહીં તો બેન ચંદ્રને જોઇ પૂજા કરે છે. બાળકો પણ ચંદ્રને ચાંદામામાના નામે સંબોધન કર છે.

Related posts

चीनी मुसलमानों का बुरा हाल

aapnugujarat

અમેરિકા હવે ક્રૂડ અને ગેસના મુદ્દે જગતને રંજાડશે

aapnugujarat

હૃદયદ્રાવક કિસ્સો : કેન્સર પીડિત વૃદ્ધ કોર્ટના દરવાજે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1