Aapnu Gujarat
રમતગમત

પ્રથમ વન-ડેમાં ફિંચ ઈજાગ્રસ્ત બનતાં નહીં રમે

જેનીકરોડો ક્રિકેટ પ્રેમી ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઇપ્રોફાઇલ વનડે શ્રેણી ૧૭મી સપ્ટમ્બરથી શરૂ થઇ રહી છે. શ્રેણીની પ્રથમ વનડે મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ઓસ્ટ્રેલિયન છાવણીમાં ભારે નિરાશા ફેલાય તેવા એક ઘટનાક્રમમાં ધરખમ ઓપનિંગ બેટ્‌સમેન એરોન ફિન્ચ ઘાયલ થઇ ગયો છે. તે હવે પ્રથમ વન ડે મેચ ગુમાવી દેશે. જેથી શ્રેણીની શરૂઆત પહેલા જ પ્રવાસી ટીમને ફટકો પડ્યો છે. ઇજાગ્રસ્ત થવાના કારણે તે વધારે પ્રેકટીસ પણ કરી રહ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો ફિન્ચ પ્રથમ વનડે મેચમાં નહી રમે તો તેની જગ્યાએ ટ્રેવિસ હેડ અથવા તો હિલ્ટન કોર્ટલાઇટને ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગમાં બેટિગ કરવાની ફરજ પડી શકે છે. ફિન્ચ ઇજાના કારણે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની સામેની મેચ રમી શક્યો ન હતો.તે છ સપ્તાહ અગાઉ સરેની ટીમ તરફથી રમતી વેળા ઘાયલ થઇ ગયોહતો. અભ્યાસ મેચમાં ફિન્ચની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર કોર્ટરાઇટે જવાબદારી સંભાળી હતી. જો કે બીજા જ બોલ પર તે આઉટ થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ૧૦૩ રને જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કાર્યકારી કોચ ડેવિક સેકરે કહ્યુ છે કે હેડને બેટિંગ ઓર્ડરમાં ચોથા સ્થાને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. ડાબેરી બેટ્‌સમેને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે તેને ઉપરના ક્રમમાં પણ બેટિંગ માટે મોકલી દેવામાં આવી શકે છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ટીમે હાલમાં શ્રીલંકામાં શ્રીલંકા સામે વનડે શ્રેણી ૫-૦થી અને ટ્‌વેન્ટી૦૨૦ શ્રેણી૧-૦થી જીતી હતી. આ ઉપરાંત ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી.

Related posts

पाकिस्तान को मिली २०२० एशिया कप की मेजबानी

aapnugujarat

IPL – 12નાં છેલ્લાં ચરણમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં રમે

aapnugujarat

सिडनी टेस्ट के लिए तैयार नटराजन, बोले- मेरे लिए यह गर्व का पल

editor

Leave a Comment

UA-96247877-1