Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગજેન્દ્રસિંહ શેખાવત લોકપ્રિયતા મામલે ઓબામાથી આગળ

મોદી સરકારના કરવામાં આવેલા પ્રધાનમંડળ વિસ્તરણમાં રાજસ્થાન જોધપુરમાંથી લોકસભા સભ્ય ગજેેન્દ્રસિંહ શેખાવતને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શેખાવત સંસદના નાણાંકીય મામલાઓની સ્થાયી સમિતિના સભ્ય અને ફેલોશીપ સમિતિના સભ્ય તરીકે રહ્યા છે. ભાજપ ખેડૂત મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ શેખાવત ખેડૂતોના રોલમોડલ તરીકે રહ્યા છે. તેઓ ટેકનિકલરીતે ખુબ જ નિષ્ણાત છે. સાદગીપૂર્ણ જીવન જીવવા માટે જાણિતા શેખાવતને કોરા બ્લોગ ઉપર ૫૫૬૦૦ ફોલોઅર્સ માટે પણ ઓળખવામાં આવે છે. આ બ્લોગ ઉપર તેમની લોકપ્રિયતાનો અંદાજ આ બાબતથી મેળવી શકાય છે કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કરતા પણ તેઓ આ મામલામાં આગળ રહ્યા છે. કોરા પ્રશ્નોત્તરી સાથે જોડાયેલી એક બ્લોગિંગ વેબસાઇટ છે. શેખાવતને રમતમાં ખુબ જ રસ છે. બાસ્કેટ બોલમાં રાષ્ટ્રીય અને અખિલ ભારતીય સ્તર ઉપર ભાગ લીધો હતો. હાલમાં તેઓ અખિલ ભારતીય રમત ગમત પરિષદના સભ્ય તરીકે છે. સાથે સાથે બાસ્કેટ બોલ ઇન્ડિયા પ્લેયર્સ એસોસિએશનના સભ્ય અને અધ્યક્ષ તરીકે રહ્યા છે. ત્રીજી ઓક્ટોબર ૧૯૬૭ના દિવસે જન્મેલા ભાજપ નેતાએ જોધપુરના જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી એમફિલ અને એમએની ડિગ્રી મેળવી હતી. તેમની રાજકીય કેરિયરની શરૂઆત પણ આજ યુનિવર્સિટીમાંથી ૧૯૯૨માં થઇ હતી જ્યારે તેઓ એબીવીપીના બેનર હેઠળ વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ બન્યા હતા. તેઓ આરએસએસની આર્થિક શાખા સાથે પણ જોડાયેલા રહ્યા છે. બીજી બાજુ બિહારમાં બક્સરમાથી લોકસભા સભ્ય અશ્વિની કુમાર ચૌબે પાંચ દશકથી રાજનીતિમાં સક્રિય રહ્યા છે. તેમનો ભાજપનો વ્યાપક અનુભવ છે. સાથે સાથે તેમને પાર્ટીના અનુભવી નેતા તરીકે ગણવામાં આવે છે. ૧૯૭૦ના દશકમાં જેપી આંદોલનમાં સક્રિય રીતે સામેલ રહી ચુકેલા અશ્વિનીકુમાર ચૌબે ઇમરજન્સીના ગાળા દરમિયાન કસ્ટડીમાં લેવાયા હતા. ૧૧ હજાર ટોયલેટનું નિર્માણ તેમના તરફથી કરવામાં આવ્યું છે. ઘર મેં હો શૌચાલયના નિર્માણ તભી હોગા લાડલી બિટિયા કા કન્યાદાન જેવા નારા આપીને લોકપ્રિયતા મેળવી ચુક્યા છે.
મહાદલિત પરિવાર માટે ૧૧ હજાર શૌચાલય બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા રહી છે. મે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ૧૬મી લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ જુદી જુૂદી કમિટિમાં સભ્ય તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી ચુક્યા છે. ભાગલપુર દરિયાપુરના રહેવાશી અશ્વિનીકુમાર ચૌબે બિહાર વિધાનસભા માટે સતત પાંચ વખત ચુંટાઈ આવ્યા છે. ૧૯૯૫થી ૨૦૧૪ સુધી બિહાર વિધાનસભાના સભ્ય રહ્યા છે. જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે.
વર્ષ ૨૦૧૩માં પોતાના પરિવારની સાથે ભીષણ કેદારનાથ પુરનો સામનો કર્યો હતો. અશ્વિનીએ આ કુદરતી હોનારત પર કેદારનાથ ત્રાસદી નામનું પુસ્તક પણ લખ્યું છે.

 

Related posts

मून मिशन चंद्रयान-2 ने आज चंद्रमा की तीसरी कक्षा में किया प्रवेश

aapnugujarat

પાક.એક મોતની જાળ તરીકે છે : ભારત પરત ફર્યા બાદ ઉજમાનો ઘટસ્ફોટ

aapnugujarat

देश में कोरोना के मामलों में आई कमी : 24 घंटे में मिले 38,074 नए केस

editor

Leave a Comment

UA-96247877-1