Aapnu Gujarat
ગુજરાત

સાડાત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા રાજયના બજેટમાં રૂા.બસો કરોડની જોગવાઇ કરવામાં આવી છે : ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા

ટેબલેટ વિતરણ સમારોહમાં સૌને આવકારતા ઉચ્‍ચ અને ટેકનીકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્‍યું કે મુખ્‍યમંત્રીશ્રીની સુચના પ્રમાણે રાજયના ૩.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને શકય હોય ત્‍યાં સુધી સત્રના પ્રારંભે જ ટેબલેટ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે. તેના માટે રાજયના અંદાજપત્રમાં રૂા.બસો કરોડની રકમ ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓને લેનોવા, એસર જેવી વિશ્વ વિખ્‍યાત કંપનીઓની ટેબલેટ આપવામાં આવી રહી છે. વિશ્વ કક્ષાની ટેબલેટ દ્વારા વિશ્વ કક્ષાના વિદ્યાર્થીઓના ઘડતરનું લક્ષ્‍ય છે. આ ટેબલેટની સાથે નમો ઇ-ટેબ એપ્‍લીકેશન જોડવામાં આવી છે. જે ઇ-રીસોર્સીસનો ભરપૂર ઉપયોગ કરવાની સુવિધા વિદ્યાર્થીઓને આપશે.

Related posts

સુરતમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી

aapnugujarat

બાવળા-બગોદરા હાઇવે પર એસટી અને આઇશર ટ્રક વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત

aapnugujarat

प्लेन में बम : यात्री ने प्यार के चक्कर में रखा था लेटर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1