Aapnu Gujarat
શિક્ષણ

ફિનલેન્ડમાં નોકરી નહીં હોય તેમણે દેશ છોડવો પડશે

વિશ્વના સૌથી શાંત અને સુખી દેશ ગણવામાં આવતા ફિનલેન્ડમાં વિદેશી ઈમિગ્રન્ટ્‌સ માટે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. ફિનલેન્ડમાં રહેતી યુરોપિયન યુનિયન સિવાયની વ્યક્તિએ ગમે ત્યાં નોકરી શોધવી પડશે. જો તે ત્રણ મહિનાથી બેરોજગાર હશે તો તેણે ફિનલેન્ડ છોડવાની તૈયારી રાખવી પડશે. ફિનલેન્ડના આર્થિક બાબતોના મંત્રાલયે નોન-ઈયુ વર્ક પરમિટ હોલ્ડરો માટે કડક બનવાનું નક્કી કર્યું છે. સરકારે જાહેર કરેલા નવા પ્રોગ્રામ અનુસાર વર્ક પરમિટ હોલ્ડર પાસે ફિનલેન્ડમાં કામકાજ હોવું જરૂરી છે. તેઓ બેરોજગાર થાય તો ત્રણ મહિનાની અંદર નવી જોબ શોધવી પડશે અથવા ફિનલેન્ડ છોડવું પડશે. નવા રેગ્યુલેશન હેઠળ કોઈ વ્યક્તિની રોજગારી જતી રહે તો તેણે રેસિડેન્સ પરમિટ પણ ગુમાવવી પડશે. મંત્રાલયે જણાવ્યું કે હાલના રેગ્યુલેશનમાં બેરોજગારીના સ્વીકાર્ય સમયગાળા અંગે ગાઈડલાઈનનો અભાવ છે. હાલમાં કોઈ મોનિટરિંગ સિસ્ટમ ન હોવાના કારણે નવા કડક નિયમો ઘડવા પડ્યા છે.
નવા કાયદા લાગુ થાય તે માટે કોઈ પરમિટ હોલ્ડર જોબ ગુમાવે ત્યારે તરત તેની કંપની કે એમ્પ્લોયરે આ વિશે ઈમિગ્રેશન ઓથોરિટીને જાણ કરવી પડશે. જો એમ્પ્લોયર આવી જાણકારી નહીં આપે તો તેને પણ સરકાર દ્વારા દંડ કરવામાં આવશે. ફિનલેન્ડમાં નોન-ઈયુ દેશોમાંથી જે લોકો આવે છે તે મુખ્યત્વે કામના ઈરાદાથી આવતા હોય છે. ૨૦૨૨માં કામના આધારે ૧૫,૦૦૦ ફર્સ્ટ ટાઈમ પરમિટ આપવામાં આવી હતી. રિન્યુઅલ સાથે કુલ વર્ક પરમિટની સંખ્યા વધીને ૨૮,૦૦૦ થઈ હતી તેમ ઈમિગ્રેશન ઓથોરિટી જણાવે છે.
સરકારના મંત્રીએ જણાવ્યું કે ભવિષ્યમાં ફિનલેન્ડમાં વર્ક બેઝ્‌ડ રેસિડન્સ પરમિટ પર વધારે આકરી નજર રાખવામાં આવશે. ચાલુ વર્ષમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે ફિનલેન્ડે પોતાની વસતીને સ્ટેબિલાઈઝ કરવી હશે તો ૪૪,૦૦૦ ઇમિગ્રન્ટને પોતાનામાં સમાવવા પડશે. જોકે, આ માટે જરૂરી કાયદો બનાવવામાં સમય લાગ્યો હોવાના કારણે તેનો અમલ કરવામાં ૨૦૨૫નું વર્ષ આવી જશે. ૨૦૨૦-૨૦૨૧માં ફિનલેન્ડની વસતીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો. જૂન ૨૦૨૨ના આંકડા પ્રમાણે ફિનલેન્ડમાં લગભગ ૨.૫૦ લાખ લોકો રોજગારી ધરાવતા હતા અને રોજગારીનો દર ૭૪ ટકા હતો. હાલમાં ફિનલેન્ડમાં ખાલી પોસ્ટની સંખ્યા લગભગ ૧૪,૦૦૦ જેટલી છે જે છેલ્લા ૧૫ વર્ષનો સૌથી ઉંચો આંકડો છે. જોકે, ફિનલેન્ડમાં જોબ શોધવાનું કામ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ફિનિશ અને સ્વીડીશ ભાષાની આવડત હોય તો જોબ સહેલાઈથી મળે છે.
દરેક આધુનિક દેશની જેમ ફિનલેન્ડમાં પણ હાઈ ક્વોલિફાઈડ અને એજ્યુકેટેડ લોકો માટે વધારે તક છે. અહીં મેડિકલ સેક્ટરમાં સર્જનની સૌથી વધુ જરૂરિયાત છે. આ ઉપરાંત કાયદાના જાણકારો, પ્રોફેસરો, વકીલો, બેન્ક મેનેજર અને નર્સની પોસ્ટ માટે વધારે માણસોની જરૂર છે.

Related posts

नीट का परिणाम १२वीं जून को घोषित नहीं किया जाएगा

aapnugujarat

આરટીઈ હેઠળ બાળકોને પ્રવેશ નહીં અપાય તો આંદોલન કરવા હાર્દિકની ચિમકી

aapnugujarat

ધોરણ ૧૨ સાયન્સ : ફરીથી વિદ્યાર્થીનીએ મારેલી બાજી

aapnugujarat
UA-96247877-1