Aapnu Gujarat
રમતગમત

IPLમાં ધૂમ મચાવતા ભારતીય ક્રિકેટરોનો કંગાળ દેખાવ

ટીમ ઈન્ડિયાનો પ્રત્યેક ખેલાડી આગવી પ્રતિભા ધરાવે છે. ટીમની પ્રતિભાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય કે માત્ર કેપ્ટન રોહિત શર્મા જ નહીં, ઋષભ પંત અને કેએલ રાહુલ પણ આઈપીએલમાં સુકાનીપદ સંભાળી ચૂક્યા છે. ભૂતકાળમાં ભુવનેશ્વર, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન પણ સુકાનીપદ સંભાળી ચૂક્યા છે.
આ સિવાય ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓની ફેન ફોલોવિંગ પણ જબરદસ્ત છે. આ ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ટીમ માટે વિનિંગ પર્ફોમન્સ આપ્યા છે. પરંતુ એશિયા કપમાં તેઓ ખાસ કમાલ નથી કરી શક્યા. શ્રીલંકા સામેની મેચની જ વાત કરીએ તો, આ મેચમાં ટીમના સાત ખેલાડીઓના પ્રદર્શને દર્શકોને નિરાશ કર્યા છે.
આખી ટૂર્નામેન્ટ દરમિયાન જે ખેલાડીએ તમામ મેચમાં નબળું પ્રદર્શન કર્યું તે છે કેએલ રાહુલ. શ્રીલંકા સામે રમાયેલી મેચની જ વાત કરીએ તો, કે એલ રાહુલ માત્ર છ જ રન કરીને આઉટ થઈ ગયો હતો. સારી અને મજબૂત ઓપનિંગની આશા રાખીને બેઠેલા ફેન્સ આ વિકેટથી ઘણાં નિરાશ થયા હતા.
પાછલી બે મેચમાં અર્ધસદી ફટકારનાર વિરાટ કોહલી શ્રીલંકા સામેની મેચમાં ઝીરો રન પર આઉટ થઈ ગયો. ભારતનો સ્કોર ૧૧-૧ હતો, વિરાટ કોહલી આઉટ થયો તો સ્કોર ૧૩-૨ થઈ ગયો. વિરાટ કોહલી આઉટ થઈ જતાં બાકીના ખેલાડીઓ પર પણ પ્રેશર વધી ગયું હશે. જો કોહલી મેદાન પર ટકી ગયો હોત તો ભારતનો સ્કોર ૨૦૦ સુધી પહોંચી શકતો હતો.
વર્તમાન સમયના મોટા ઓલરાઉન્ડર્સમાંથી એક હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગ બન્નેમાં નિષ્ફળ સાબિત થયો. તેણે ૧૭ રન ફટકાર્યા અને બોલિંગમાં ચાર ઓવરમાં ૩૫ રન આપ્યા. શ્રીલંકા જેવી ટીમ સામે હાર્દિક પંડ્યાનું આ પ્રદર્શન ઘણું નિરાશાજનક છે. અનપ્રેડિક્ટેબલ ઋષભ પંતે ફરી એકવાર નબળું પ્રદર્શન કર્યું. તે મેદાન પર આવ્યો અને ક્યારે જતો રહ્યો ખબર જ ના પડી. સોશિયલ મીડિયા પર પણ ક્રિકેટના ફેન્સે તેની ખૂબ ટીકા કરી છે.
દીપક હુડ્ડાએ આયરલેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી, ત્યારે લાગી રહ્યુ હતું તે કોઈ પણ ક્રમ પર બેટિંગ કરવા માટે સક્ષમ છે. પરંતુ અત્યાર સુધી દીપક હુડ્ડાએ હંમેશા નિરાશ કર્યા છે. ગઈકાલની મેચમાં પણ તેણે માત્ર ૩ જ રન ફટકાર્યા હતા. ઓવર્સમાં સૌથી મોટો ખતરો જેને માનવામાં આવતો હતો તે ભુવનેશ્વર કુમારની ધાર અને ઝડપ બન્ને ગાયબ હતી. તેણે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યુ હતું. આ મેચમાં તેણે ૪ ઓવરમાં ૩૦ રન આપ્યા અને અત્યંત મહત્વની ૧૯મી ઓવરમાં પણ તેણે ૧૪ રન આપ્યા.
યુવા પેસર અર્શદીપ સિંહ અંતિમ ઓવરમાં યોર્કરથી દિલ જીતી ગયો, પણ મેચમાં તે ભારત માટે મોંઘો સાબિત થયો હતો. તેણે ૩.૫ ઓવરમાં ૪૦ રન આપ્યા હતા અને વિકેટ પણ નહોતો લઈ શક્યો.

Related posts

चीनी कंपनी वीवो नहीं होगी आईपीएल की स्पॉन्सर

editor

उमेश यादव बने बेटी के पिता

editor

આઇપીએલ બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1