Aapnu Gujarat
ગુજરાત

Junagadh : પતિ શારિરિક સંબંધ ન બાંધતા પત્નીએ પોલીસ સ્ટેશને કરી ફરિયાદ

જૂનાગઢમાં એક 23 વર્ષીય મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં આની સાથે તેણે આક્ષેપો કર્યા છે કે પતિએ લગ્ન જીવનનું સુખ પણ પત્નીને આપ્યું નથી. પત્નીએ જણાવ્યું કે પતિ ક્યારેય શારિરીક સંબંધો ધરાવવામાં રસ નહોતો ધરાવતો. અંગત પળો માણવાની ઈચ્છા જ્યારે પણ થાય ત્યારે પતિ બહાના બનાવતો હતો. આ અંગે તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. એટલું જ નહીં મહિલાએ સાસુ-સસરા વિરૂદ્ધ પણ દહેજ માટે ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો હતો.

પરિણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે પોરબંદરમાં તેના લગ્ન ફેબ્રુઆરી 2022 દરમિયાન થયા હતા. આ દરમિયાન લગ્નના 2 સપ્તાહમાં જ તેને જાણ થઈ કે પતિને શારિરિક સંબંધ બાંધવામાં ઈચ્છા જ નથી. તે અવાર નવાર બહાના બનાવીને આ અંગત પળો માણવાનું ટાળી દેતો હતો. આ અંગે મહિલાને થોડા મહિના તો બધુ સામાન્ય લાગ્યુ પરંતુ ત્યારપછી તેને શંકા થઈ ગઈ હતી.

પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પરિણિતા જ્યારે સંબંધ બાંધવા માટે પ્રયાસો કરતી ત્યારે પતિ તેની અવગણના કરી દેતો હતો. એટલું જ નહીં આની સાથે પતિ તેને માર પણ મારતો હતો. ઘણા પ્રયાસો છતા પતિ પત્ની વચ્ચે શારિરિક સુખ ન અનુભવાતા તેણીએ આ અંગે સાસુ સસરાને ફરિયાદ કરી દીધી હતી. પત્નીએ એમ પણ જણાવ્યું કે પતિ પાસેથી તેને લગ્ન જીવનનું સુખ મળી શકતું નથી. પત્ની તરીકેનો દરજ્જો પણ પતિ આપી શક્યો નથી. તેથી તે મુંઝાઈ ગઈ છે અને આગળ શું કરવું એની પણ તેને જાણ નથી.
પરિણિતાએ સાસુ સસરાને આ અંગે ફરિયાદ કરી દેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પત્નીને ઘણી ધમકાવી અને ખરાબ વર્તન કર્યું હતું. એટલું જ નહીં તેના આ વર્તનના કારણે સાસરિયાઓનું ધ્યાન આવી જતા પત્નીની મુશ્કેલીમાં વધારો થયો હતો. આ દરમિયાન પતિએ ઠપકો આપી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી. વળી શારિરિક સંબંધ નથી બાંધવા એમ કહી આ વિષય પર ચર્ચા ન કરવા માટે તેણે જણાવ્યું હતું.

પતિ અવાર નવાર પત્નીને દહેજ અંગે ટોણા મારતો હતો. વળી સાસુ અને સસરા પણ મહિલા સાથે દહેજની માગણી કરતા હતા. તેઓ પરિણિતાને એમ કહેતા કે લગ્ન સમયે તો તારા પિતાએ કશું જ નથી આપ્યું. એક સમયે પરિણિતાના સાસુએ તેની પર 200 રૂપિયા ચોરી કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ મુદ્દો એટલો વધુ ગરમાયો કે તેના પતિએ પરિણિતાને ઢોર માર પણ માર્યો હતો. અત્યારે પરિણિતા આ ત્રાસથી કંટાળીને પોતાના માતા-પિતાના ઘરે રહેવા લાગી છે.

Related posts

કોરોનાને લઈને સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતા મેસેજ મૂકતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો સામે ફરિયાદ….

editor

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ આઠના મોત નિપજ્યા

aapnugujarat

અજંતા-ઓરપેટ ગ્રુપની અનોખી પહેલ : કર્મચારીઓ અને કુટુંબના આશરે 2500 જેટલા સભ્યોને ‘ધ કશ્મીર ફાઈલ’ ફિલ્મ બતાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1