Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેમડેસિવિર માટે મહિલાઓએ અધિકારીના પગ પકડયા

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસનાં સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. વળી, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ ઓક્સિજન, બેડ અને રેમડેસિવિરનાં ઇન્જેક્શનનાં અભાવનાં કારણે મરી રહ્યા છે. જેને લઇને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યનાં તમામ જિલ્લાનાં ડીએમ અને સીએમઓ માટે ઓર્ડર જારી કર્યો હતો કે હવે કોરોના સંક્રમણથી પીડિત દર્દીઓનાં જીવ બચાવવા માટે ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે. પરંતુ, જમીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
નોઈડા સેક્ટર-૩૯ માં સીએમઓ ઓફિસ પહોંચેલા ત્રણ મહિલાઓએ પતિ અને કુટુંબીજનોનાં જીવ બચાવવા માટે સીએમઓ ડો.દીપક ઓહરીને રેમડેસિવિરનાં ઇન્જેક્શન માટે વિનંતી કરી હતી, પરંતુ તેમને ઇન્જેક્શન મળ્યુ નહી. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે, તેમને ખાતરી આપવાને બદલે સીએમઓએ કહ્યું હતું કે, જો તેઓ ફરીથી ઇન્જેક્શન માંગવા આવશે તો તેઓ તેમને પોલીસને સોંપી દેશે. મહિલાઓ ગૌતમ બુધ્ધ નગરે જિલ્લાનાં આરોગ્ય વિભાગનાં સીઓમઓ સમક્ષ વિનંતી કરતી રહી, પરંતુ તેમણે મદદ ન કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે મહિલાઓ પોતાના પરિવારજનોનો જીવ બચાવવાની વિનંતી લઇને પહોંચી હતી, તેઓ રડતા રડતા સીએમઓને રેમડેસિવિર ઇન્જેક્શન અપાવવાની માંગણી કરી અને તેમના પગ પણ પકડ્યા. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને ખાતરી આપવાને બદલે સીએમઓએ કહ્યું હતું કે, જો તેઓ ફરીથી ઇન્જેક્શન માંગવા આવશે તો તેઓ તેમને પોલીસને સોંપી દેશે. જ્યારે, એક દિવસ પહેલા, સીએમઓ મીડિયા કેમેરા સામે દાવો કરી રહ્યા હતા કે તેમની પાસે બેડ્‌સ અને રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ છે.
આ સમગ્ર મામલે મહિલા કવિતાએ જણાવ્યું કે, તેના પતિની સેક્ટર-૨૭ માં કૈલાસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેક્શનની માંગણી કરી છે, જો ઈન્જેક્શન નહી મળે તો તે બચી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ તે જ કૈલાસ હોસ્પિટલ છે, જ્યાનાં સીએમડીનાં સાંસદ ડો.મહેશ શર્મા છે, જેઓ એક વીડિયો સંદેશ શેર કરી કહ્યું હતું કે, બિનજરૂરી હોસ્પિટલમાં દાખલ રેમડેસિવિર ઈન્જેક્શનની રેસમાં ભાગ લેશો નહીં. આ કોરોનાનો ઉપચાર નથી. જો કે, તેમની હોસ્પિટલનાં ડોક્ટર કહે છે કે દર્દી માટે રેમડેસિવિર ઇન્જેક્શન જરૂરી છે.

Related posts

ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું : AKHILESH YADAV

aapnugujarat

આર્થિક વિકાસ વધારવા માટે બુસ્ટર પેકેજ જાહેર કરાઇ શકે

aapnugujarat

પ્રિયંકા યુપીનાં મહાસચિવ : કેટલાક લોકો માટે પરિવાર પાર્ટી છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1