Aapnu Gujarat
ગુજરાત

રાજીવ સાતવ કોરોના પોઝિટિવ

હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં ગુજરાતમાં સતત કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકો પણ આવી રહ્યાં છે. આ સાથે જ રાજકીય નેતાઓ પણ બાકાત નથી રહ્યાં. ત્યારે વધુ એક રાજકીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજીવ સાતવ કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે. તેઓને સંક્રમિત થયા બાદ હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.ઉલ્લેખનીય છે કે, આ સિવાય કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને તેમના પત્ની પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં તેઓ ડૉક્ટર્સની સલાહ મુજબ હોમ આઈસોલેશનમાં રહેશે.અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાએ હવે ઘેરી અરાજકતાની પરિસ્થિતિ સર્જી છે.

Related posts

દિનેશ પ્રજાપતિ અને રામ મોકરીયાએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યાં

editor

પ્રિયંકા સોમનાથ, દ્વારકા અને અંબાજીના દર્શનાર્થે પહોંચશે

aapnugujarat

સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણ સ્થિતિ સુધારવા પોષણ સુધા યોજના  આશીર્વાદરૂપ : મહિલા બાળ વિકાસ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1