Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેને એસ્ટ્રાજેનેકા વેક્સિનને ફરી આપી મંજૂરી

જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન ફરીથી એસ્ટ્રાજેનેકા કોરોના વેક્સિનનો ઉપયોગ શરૂ કરશે. યુરોપીય સંઘની ડ્રગ રેગ્યુલેટર સંસ્થા (ઈએમએ)એ એસ્ટ્રાજેનેકા વેક્સિનને સુરક્ષિત અને પ્રભાવી ગણાવી છે જેથી આ દેશોએ તેના ફરીથી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં યુરોપીય સંઘના રાષ્ટ્ર સહિત ફ્રાંસ, જર્મની, ઈટાલી, સ્પેને એસ્ટ્રાજેનેકાના ઉપયોગ પર કામચલાઉ પ્રતિબંધ મુકી દીધો હતો.
હવે આ દેશોમાં ફરીથી વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવશે. આ દેશોએ વેક્સિન પર પ્રતિબંધ મુકવા પાછળ વેક્સિન લગાવનારા લોકોના શરીરમાં લોહીના ગઠ્ઠા જામતા હોવાનું કારણ રજૂ કર્યું હતું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકા વેક્સિનને ક્લીનચીટ આપી હતી. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વેક્સિન અને લોહી જામવા પાછળ કોઈ સંપર્ક નથી મળ્યો. સાથે જ વિશ્વભરમાં વેક્સિનનો ઉપયોગ અટકવો ન જોઈએ અને વેક્સિનેશન અભિયાન ચાલુ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય સંગઠને આ મામલે વિસ્તારથી જાણવા નિષ્ણાંતો સાથે એક બેઠકની વાત કરી હતી

Related posts

અમેરિકા પર વરસ્યા ઇમરાન : પાકિસ્તાનને કચરો ઉઠાવનાર સમજ્યા

editor

‘डीपफेक वीडियो’ को रोकने के लिए जल्द उठाए जाएंगे कदम : जुकरबर्ग

aapnugujarat

PM Johnson suspending parliament before Brexit “cannot be true” : Ex PM Major to SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1