Aapnu Gujarat
Uncategorizedમનોરંજન

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

અમિતાભ બચ્ચનઆ વર્ષે ૭૫ વર્ષના થઇ રહ્યાછે પરંતુ તેમના કામના જજબા અને જોશમાં કોઇ ઘટાડો થયો નથી. તેઓ આજે પણ સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે રહ્યા છે. અમિતાભ બચ્ચન વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત રહે તેવી શક્યતા છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કહેવામાં આવ્યુ છે કે તે નસીબદાર છે કે તેની પાસે આટલી વયમાં પણ કામ આવી રહ્યુ છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યા છે. તે ફરી કામ કરી રહ્યા છે. હાલમાં અમિતાભ બચ્ચન ૧૦૨ નોટઆઉટ નામની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે રિશી કપુર પણ છે. આ ફિલ્મનુ શુટિંગ ઓગષ્ટમાં ખતમ કરી લેવામાં આવે તેવી શક્યતા છે. તે કેબીસીના શુટિંગમાં પણ વ્યસ્ત રહ્યો છે.
તેમની પાસે મોટા બજેટની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ છે. જેમાં આમીર ખાનની ભૂમિકા છે. આમીર ખાનની સાથે તેઓ પ્રથમ વખત કામ કરવા જઇ રહ્યા છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મમાં તેઓ રિશી કપુરના પિતાની ભૂમિકા અદા કરનાર છે. વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ સુધી તેમની પાસે હાલ સમય નથી.

Related posts

हनी सिंह के खिलाफ FIR दर्ज, कभी भी हो सकती है गिरफ्तारी

aapnugujarat

धारी गीर क्षेत्र में शेरनी की मौत

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

Leave a Comment

UA-96247877-1