Aapnu Gujarat
બિઝનેસ

કોલગેટ દ્વારા ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની કિંમતમાં ૯ ટકા ઘટાડો

એફએમસીજીની મહાકાય કંપની કોલગેટ પામોલીવ (ઇન્ડિયા)એ જાહેરાત કરી છે કે તેના દ્વારા ગ્રાહકોને લાભ આપવાના હેતુસર ટુથપેસ્ટ અને ટુથબ્રશની કિંમતામાં ૮-૯ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટી લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક નિવેદનમાં કોલગેટ પામોલીવ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે પહેલી જુલાઇથી તમામ શિપમેન્ટ પર સુધારેલી કિંમત અમલી બનનાર છે. કંપનીએ તેના નિવેદનમાં કહ્યુ છે કે જીએસટીના કારણે લાભ થઇ રહ્યો છે. ૮થી ૯ટકાના એમઆરપીમાં ઘટાડો થવાના લાભ ગ્રાહકો સુધી આપવામાં આવી રહ્યા છે. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઇથી દેશભરમાં અમલી બની ગઇ છે. જીએસટીને દેશના સૌથી મોટા ટેક્સ સુધારા તરીકે ગણવામા આવે છે. સ્વતંત્રતા બાદ સૌથી મોટા ટેક્સ સુધારાને લાગુ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા વિશ્વભરમાં જોવા મળી રહી છે. આના માટે કારોબાર સરળ બની જશે તેમ આર્થિક નિષ્ણાંતો અને સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે. સુધારેલી કિંમતોની ચર્ચા વ્યાપક સ્તર પર જોવા મળી રહી છે.

Related posts

એશિયામાં ૪૪.૮ અબજ ડોલર સાથે અંબાણી પરિવાર ટોપ પર

aapnugujarat

દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : સાત પરિબળો ઉપર નજર

aapnugujarat

સરકાર ચાહે તો ફલાઇટમાં પણ સુપર સ્પીડ ઇન્ટરનેટની મજા માણી શકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1