Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

શંકાસ્પદ બેગ મળી આવતા માન્ચેસ્ટર એરપોર્ટ ખાલી કરાવાયું

માન્ચેસ્ટર એરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળવાનાં કારણે ચકચાર મચી જવા પામી હતી. હવાઇ મથકનાં અધિકારીઓનું કહેવુ છે કે ટર્મિનલ ને ખાલી કરી દેવામાં આવ્યું છે. આ બેગ હવાઇ મથકનાં ટર્મિનલ ૩ પરથી મળી આવી હતી. બિનવારસી બેગ મળ્યા બાદ સુરક્ષા કર્મચારીઓએ યાત્રીઓને સુરક્ષીત સ્થળે ખસેડ્યા હતા.સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ બેગમાંવિસ્ફોટક સામગ્રી પણ હોઇ શકે છે. પોલીસનું કહેવું છે કે આ મુદ્દાની ગંભીરતાને જોતા બોમ્બ ડિફ્યુઝીંગ સ્કવોર્ડને પણ બોલાવી લેવામાં આવી છે.
હાલ સમગ્ર એરપોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. વિસ્તાર કોર્ડન કરીને અન્ય આ પ્રકારની કોઇ શંકાસ્પદ વસ્તુ છે કે નહી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બોમ્બ ડિફ્યુઝલ સ્કવોર્ડનાં આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

Americaએ ભારતને સોંપ્યા ૧૦૦ વેન્ટિલેટર

editor

“I can name – Kung flu. I can name 19 different versions of it”: Prez Trump again blames China over Covid-19

editor

पाक से सहयोग की बजाय खतरा अधिक : अमेरिकी थिंक टैंक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1