Aapnu Gujarat
ગુજરાત

વડોદરા માહિતી ખાતાની સમાચાર કામગીરીના આધાર સ્થંભ જેવા વિનોદભાઇ અને ગોપાલભાઇનુ કરાયુ વયનિવૃત્તિ સન્માન

માહિતી ખાતાની વડોદરા કચેરીમાં સમાચાર કામગીરીના આધારસ્થંભ જેવા વિનોદભાઇ પરમાર અને ગોપાલભાઇ માછીનું માહિતી કર્મચારી પરિવાર ધ્વારા શાનદાર વયોનિવૃત્તિ સન્માન કરવાની સાથે, ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યુ હતુ. આ વિદાય સમારોહમાં પૂર્વ સંયુક્ત માહિતી નિયામકશ્રી એચ.એમ.પટેલ સહિત માહિતી પરિવારના નિવૃત્ત સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિનોદભાઇ અને ગોપાલભાઇનીએ ખાસીયત રહી કે દિવસ-રાત ગમે ત્યારે માત્ર એક કોલ કરવાથી, પર્વો-ઉત્સવો કે પરિવારના પ્રસંગોને પડતા મૂકી કચેરીની કામગીરી માટે હાજર થઇ જતા, એનો ખાસ ઉલ્લેખ કરતા પ્રાદેશિક નાયબ માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ જણાવ્યું કે આ બંને નિવૃત્તોએ તેમના સેવા કાળ દરમિયાન સરકારી પ્રચારની કામગીરી માટે તત્પરતા અને કર્મઠતાનો દાખલો બેસાડયો છે. તેમણે આ કર્મભોગીઓની કર્મનિષ્ઠાનો દાખલો આપતા જણાવ્યુ હતુઅં કે નોકરીના છેલ્લા દિવસે કેમેરામેન વિનોદભાઇએ આખો દિવસ મંત્રીશ્રીઓના કાર્યક્રમોનુ કવરેજ કર્યુ હતું જ્યારે મેસેન્જર ગોપાલભાઇ અખબારની કચેરીઓમાં પ્રેસનોટ-જાહેરાતોના વિતરણ પછી મોડી સાંજે વિદાય થયા હતા. માહિતી ખાતાની સમાચાર કામગીરી ટીમ વર્કથી જ સફળ થઇ શકે એવી લાગણી વ્યક્ત કરતાં સહાયક માહિતી નિયામકશ્રી સુરેશ મિશ્રાએ જણાવ્યું કે તેમના  નિવૃત્ત થવાથી ટીમ માહિતી વડોદરા કરોડરજ્જુને ઇજા થઇ હોય એવી અસહાયતા અનુભવે છે. પંચમહાલના નાયબ માહિતી નિયામકશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત સાથી અધિકાર્મિકોએ બંને સાથીઓને સુખમય અને આરોગ્યમય નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી. વિનોદભાઇ અને ગોપાલભાઇએ માહિતી પરિવારની મળેલે હુંફ અને લાગણી બદલ આભાર વ્યક્ત કરવાની સાથે, જરૂરીયાતના પ્રસંગો હરહંમેશ સેવા આપવાની તત્પરતા બતાવી હતી. શ્રી અમિતભાઇ પટેલ અને સુનિલ મોહન્તી, રાજીવ પરમારની આગેવાની હેઠળ ઇલેક્ટ્રોનીક્સ મિડીયા પરિવારે નિવૃત્તોનુ શાલ્યાર્પણ સન્માન કર્યુ હતુ.

Related posts

અમદાવાદમાં મુખ્યપ્રધાન દ્વારા ઔડાના રૂ. ૨૮૫ કરોડના વિકાસકાર્યો લોકાર્પિત-ખાતમૂહુર્ત

aapnugujarat

બેસ્ટ સ્માર્ટ સીટી કેટેગરીમાં ૩ એવોર્ડ અમદાવાદને મળ્યાં

aapnugujarat

गुजरात चुनाव : ७ नवम्बर से घर घर जाएगी बीजेपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1