Aapnu Gujarat
ગુજરાત

વીએસ હોસ્પિટલમાં વીજળી ગુલ થવા પ્રશ્ને તપાસ શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની વી.એસ.હોસ્પિટલમાં બુધવારના રોજ સતત ૧૧ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાવાની ઘટના મામલે તપાસ સોંપવામાં આવી હોવાનું શહેરના મેયર અને વી.એસ.હોસ્પિટલ બોર્ડના ચેરમેને કહ્યુ છે.આ અંગે મળતી માહીતી અનુસાર,વી.એસ.હોસ્પિટલના પ્રાંગણમાં નવી બની રહેલી સરદાર પટેલ સુપર સ્પેશીયલીટી હોસ્પિટલ માટે કાર્યવાહી ચાલી રહી હતી એ સમયે વીજફોલ્ટ સર્જાતા આ ફોલ્ટના કારણે વી.એસ.હોસ્પિટલ પર પણ પડી હતી.બપોરના ત્રણના સુમારે વી.એસ.ના વિવિધ વોર્ડમાં વીજ પ્રવાહ ખોરવાઈ જવાથી ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવેલા દર્દીઓ અને તેમના સ્વજનોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.આજ સમયે હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા સાજીદ શેખ નામના દર્દીનું પુરતો ઓકિસજન ન મળવાના કારણે મોત થતા તેના સ્વજનો દ્વારા હોસ્પિટલ સત્તાવાળાઓ ઉપર બેદરકારીનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો.બીજી તરફ આ મામલે આજે મેયરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે,આટલા લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓને જે પરેશાની ભોગવવી પડી તે કોન્ટ્રાકટરની બેદરકારી હોવાનું બહાર આવવા પામ્યુ છે.આમ છતાં પણ આ મામલે તપાસ કરવામાં આવશે.જે દર્દીનું મોત થવા પામ્યુ છે.

Related posts

વાલાડોલીડ-અમદાવાદ વચ્ચે ટવીનીંગ સીટીના થયેલ કરાર

aapnugujarat

ઈડરના યુવાને માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર સર કર્યું

aapnugujarat

પાટડીમાં જપ્ત કરેલ દારૂનો નાશ કરાયો

editor

Leave a Comment

UA-96247877-1