Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત-ચીનના સંબંધો દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારત અને ચીનના સંબંધો બંને દેશો તથા દુનિયા માટે ‘ખૂબ જ અગત્યના’ છે. આથી બંને પક્ષો માટે એ અગત્યનું રહેશે કે કોઇ ‘સમજ કે સંતુલન’ પર પહોંચે. અમેરિકા-ભારત સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોર્મના મંચ પરથી જયશંકરે કહ્યું કે દુનિયાના દરેક દેશની જેમ ભારત પણ ચીનની ઉન્નતિથી પરિચિત છે પરંતુ ભારતની તરક્કી પણ એક વૈશ્વિક ગાથા છે. વિદેશ મંત્રી ડિજીટલ કાર્યક્રમમાં ચીનના ઉભાર, ભારત પર તેની અસરની સાથો સાથ બંને દેશોના સંબંધો પર પડેલા પ્રભાવથી સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓની વચ્ચે ચાર મહિનાથી ચાલી રહેલ સરહદ વિવાદની પૃષ્ઠભૂમિમાં જયશંકરની આ ટિપ્પણી આવી છે. આ વિવાદની અસર વેપાર અને રોકાણ સહિત તમામ સંબંધો પર પડી છે. તેમણે પોતાના પુસ્તકનો હવાલો આપતા કહ્યું કે દુનિયાના બીજા દેશોની જેમ આપણે પણ ચીનની ઉન્નતિથી પરિચિત છીએ. આપણે ચીનના પાડોશી છીએ. સ્વાભાવિક છે કે જો તમે પાડોશી છો તો તમે એ ઉભારથી સીધા પ્રભાવિત થશો જે મેં મારા પુસ્તકમાં કહ્યું છે.
વિદેશ મંત્રી એ કહ્યું કે ભારત પણ આગળ વધી રહ્યું છે પરંતુ ચીન જેટલી રફતાર નથી. તેમણે કહ્યું કે પરંતુ જો તમે વીતેલા છેલ્લાં ૩૦ વર્ષ જોશો તો ભારતની ઉન્નતિ પણ વૈશ્વિક કહાની છે. જો તમારી પાસે બે દેશ છે, બે સમાજ છે જેમની વસતી અબજોમાં છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, તો એ અગત્યનું છે કે તેમની વચ્ચે કોઇપણ પ્રકારની સમજ કે સંતુલન બને.

Related posts

મધ્યપ્રદેશ-છત્તીસગઢ-તેલંગાણા માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

aapnugujarat

નોઇડામાં બે આતંકવાદીઓ ઝડપાયા

aapnugujarat

दिल्ली में 40 साल बाद जमुना किनारे बाढ़ का खतरा मंडराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1