Aapnu Gujarat
ગુજરાત

શહેરા તાલુકામાં આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત

પંચમહાલ જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને રોકવા માટે મોટાપાયે ટેસ્ટિંગ હાથ ધરી સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે અલગ તારવવાની વ્યૂહરચના અંતર્ગત આરોગ્ય સર્વે અને ટેસ્ટિંગ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવથી સંક્રમિત હોય અને કોમોર્બિડ હોય તેવી વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ લાવી સંક્રમણથી તેમને રહેલું જોખમ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જીલ્લાના શહેરા તાલુકામાં પણ ટેસ્ટિંગ ડ્રાઇવની શરુઆત કરવામાં આવી છે જેના અંર્તગત તાલુકાના સીએચસી, પીએચસી કેન્દ્રો ખાતે તેમજ ધન્વંતરી રથ મારફત ટેસ્ટિંગ ડ્રાઈવ કરવામાં આવી રહ્યું છે જેમાં લોકો પણ હવે આગળ આવીને સહયોગ આપી રહ્યા છે. શહેરા તાલુકાના આરોગ્ય વિભાગનાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દરરોજ ૫૦૦થી વધુ લોકોનુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ સર્વેમાં કોઈ પણ વ્યક્તિ આ મેડિકલ સ્ક્રિનિંગમાં બાકાત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા, કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને ટેસ્ટિંગમાં આવરી લેવા, કોરોના સંબંધી માસ્ક સહિતના સાવચેતીના પગલાઓ પણ લેવામા આવી રહ્યાં છે. નોંધનીય છે કે, જિલ્લામાં કુલ ૧૩૪૩ જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં શહેરી વિસ્તારમાં૧૦૬૪ અને ગ્રામીણ વિસ્તારમા ૨૭૯ મળી કુલ આંક૧૩૪૩ પહોચ્યો છે અને ૩૯ લોકોનાં મોત નિપજ્યા છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

बिटकॉइन केस में और दो की गिरफ्तारी

aapnugujarat

गुजरात के २०३ जलाशय में से ५४ जलाशय हाईअलर्ट पर

aapnugujarat

अमराईवाडी में १०० वर्ष पुराना मकान धराशायी : दो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1