Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના બાર એસો. પાસેથી સૂચનો મંગાવતી બીસીજી

વકીલોના અસ્તિત્વ પર ખતરા સમાન એવા એડવોકેટ્‌સ અમેન્ડમેન્ટ બીલ-૨૦૧૭ના મામલે હાલ કોઇ કાર્યવાહી નહી કરવા એક તરફ કેન્દ્ર સરકાર તરફથી વકીલઆલમને બાંહેધરી અપાયેલી છે પરંતુ બીજીબાજુ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ દેશભરના વકીલઆલમ પાસેથી આ સૂચિત બીલને લઇ જરૂરી સૂચનો અને સુધારાવધારા એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવે છે કે જેથી બીસીઆઇ તે કેન્દ્ર સમક્ષ રજૂ કરી વકીલોનો પક્ષ રજૂ કરી શકે. આ હેતુથી જ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા તા.૯મી જૂલાઇના રોજ દેશની તમામ બાર કાઉન્સીલના હોદ્દેદારોની એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેના અનુસંધાનમાં ગુજરાત બાર કાઉન્સીલે ગુજરાતના વકીલોના સૂચનો મંગાવવાના હેતુસર રાજયના તમામ જિલ્લા-તાલુકા બાર એસોસીએશનોને પત્ર પાઠવી તાકીદ કરી છે અને રાજયના તમામ બાર એસોસીએશનોને તા.૨જી જૂલાઇ સુધીમાં સૂચિત બીલના મામલે તેમના સૂચનો મોકલી દેવા તાકીદ કરી છે. આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન ભરત ભગત અને શિસ્ત કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, વકીલોના અસ્તિત્વ પર ખતરા સમાન એવા એડવોકેટ્‌સ અમેન્ડમેન્ટ બીલ-૨૦૧૭ના મામલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. એકબાજુ, વકીલોના રાષ્ટ્રવ્યાપી આંદોલનને પગલે કેન્દ્ર સરકાર તરફથી હાલ આ બીલ પરત્વે કોઇ આગળની કાર્યવાહી નહી કરવાની હૈયાધારણ મળી છે પરંતુ બીજીબાજુ, સુપ્રીમકોર્ટે એડવોકેટ્‌સ એકટમાં સુધારાના સ્પષ્ટ હુકમ સાથે લો કમીશન અને કેન્દ્ર સરકારને મહત્વના નિર્દેશો કર્યા હતા ત્યારે દેશભરનો વકીલઆલમ આ બીલને લઇ ભારે અસમંજસની સ્થિતિમાં છે અને આ મામલાનો સુમેળભર્યો હકારાત્મક નિકાલ આવે તેની રાહ જોઇને બેઠો છે. એડવોકેટ્‌સ અમેન્ડમેન્ટ બીલને હવે તાજી સ્થિતિ એ છે કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ દેશભરના વકીલઆલમના સૂચનો અને જરૂરી સુધારા વધારા શું છે તે એકત્ર કરવાની કવાયત પણ હાથ ધરી છે અને તેના ભાગરૂપે દેશની તમામ બાર કાઉન્સીલોને તેમના રાજયના તમામ બાર એસોસીએશનો અને વકીલઆલમના શું સૂચનો છે અને કયા પ્રકારના સુધારાવધારા સૂચિત બીલમાં હોવા જોઇએ તે અંગેની સૂચના આપી છે. જેથી ગુજરાત બાર કાઉન્સીલે રાજયના તમામ જિલ્લા-તાલુકા બાર એસોસીએશનોને તા.૨જી જૂલાઇ સુધીમાં તેમના સૂચનો અને સુધારાવધારા  બાર કાઉન્સીલને મોકલી આપવા તાકીદ કરાઇ છે. ગુજરાતની જેમ અન્ય રાજયોની બાર કાઉન્સીલો પણ તેમના રાજયોના બાર એસોસીએશન અને વકીલસભ્યોના સૂચનો એકત્ર કરશે.

Related posts

૫૭૭૫૩ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી

aapnugujarat

બનાસકાંઠા- ખેડા જિલ્લામાં ૫૭ ટકાથી વધુ મતદાન

aapnugujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1