Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવેથી પશ્ચિમ બંગાળમાં દર શનિવારે બેંકો બંધ રહેશે

પશ્ચિમ બંગાળમાં દર શનિવારે બેંકો બંધ રહેશે.પશ્ચિમ બંગાળ સરકારે આ સંદર્ભે એક આદેશ જાહર કર્યો છે.રાજ્યમાં બેંકના કર્મીઓને કોરોના વાયરસનો ચેપ લાગવાને કારણે અને વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.હાલમાં, દર રવિવાર સિવાય દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

રાજ્યના નાણાં વિભાગે એક જાહેરનામાંમાં કહ્યું છે કે, ‘રાજ્યપાલ જાહેર કરે છે કે પશ્ચિમ બંગાળમાં તમામ બેંકની શાખાઓમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ બીજા અને ચોથા શનિવારની સાથે હવે દર શનિવારે રજા રહેશેે. “
તેમાં કહેવામાં આવ્યું છે કે આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવશે અને આગળના આદેશો સુધી અમલમાં રહેશે.ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (એઆઈબીઓસી) ના રાજ્ય સચિવ સંજય દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બેંકોના 2,000 થી વધુ કર્મચારીઓ કોવિડ -19 થી સંક્રમિત થયા છે.

Related posts

ભાજપની સામે ટક્કર લેવા મમતા નવા મોરચાને લઇ આક્રમક બન્યા

aapnugujarat

ભગવાન રામના વંશજ છે મુસલમાન, સાથે મળીને બનાવીશું મંદિર : બાબા રામદેવ

aapnugujarat

મુંબઈ ટ્રેનમાં ‘બોમ્બ’ની વાત કરતા કેરળના છ શખ્સોની અટકાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1