Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અલાસ્કામાં 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ, સુનામીનું અલર્ટ જાહેર

અલાસ્કા પેનિનસુલામાં આજે એટલે કે બુધવારે 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ તેના એપિસેન્ટરની આસપાસ 300 કિલોમીટર સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ભૂકંપનું એપિસેન્ટર પેરિવિલેથી 60 માઇલ દૂર હતું જ્યારે એન્કોરેન્જથી 500 માઇલ દૂર હોવાનું જણાવાયુ છે.

સૂત્રો અનુસાર હજુ સુધી જાનમાલના નુકસાન વિશે જાણકારી મળી નથી. ભૂકંપના આંચકા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સુનામીની ચેતવણી દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા પ્રાયદ્વીપ માટે છે. જો ભૂકંપની તીવ્રતા વધુ હોય તો સામાન્ય રીતે સુનામીનો ખતરો રહે છે. 7.6થી 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ એક ખતરનાક સુનામી આવવાની આશંકા રહે છે.

સુનામીની ચેતવણી પ્રારંભિક જાણકારીના આધારે આપવામાં આવી રહી છે. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોથી અનેક માઇલ દૂર રહે, કારણ કે સુનામીના કારણે ઊંચે ઉઠતા મોજા થોડીક સેકન્ડોમાં અનેક કિલોમીટરનું અંતર કાપી શકે છે.

Related posts

પાકિસાતનમાં બે સ્થળોએ બ્લાસ્ટ : ૪૦નાં મોત

aapnugujarat

Xi Jinping,Trump agrees to restart fractious China-U.S. trade negotiations

aapnugujarat

नाइजीरिया के तट पर अपहृत किए गए तुर्की के 10 नाविक रिहा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1