Aapnu Gujarat
મનોરંજન

સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, જાણો દીપિકાની આગામી ફિલ્મ વિશે

પ્રભાસની આગામી ફિલ્મમાં બોલિવુડની પદ્માવતી કહો કે મસ્તાની દીપિકા પાદુકોણ જોવા મળશે. દીપિકા આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરી રહી છે. સાઉથની આ ફિલ્મ માટે દીપિકાને 20 કરોડ રૂપિયા મળ્યાં હોવાની ચર્ચા છે.

સાઉથમાં હિંદી એક્ટ્રેસને અત્યાર સુધીની આ સૌથી વધુ ફી મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મ માટે પ્રભાસને 50 કરોડ રૂપિયા ફી મળી હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પહેલાં આલિયા ભટ્ટને ‘RRR’ માટે 12 કરોડ તથા ‘થલાઈવી’ માટે કંગના રનૌતને 18 કરોડની આસપાસ ફી મળી હોવાનું માનવામાં આવે છે.

ફિલ્મમાં પહેલાં દીપિકાના કેરેક્ટરનું મહત્ત્વ ઓછુ હતું. જોકે, દીપિકાએ ફિલ્મમાં કામ કરવાની હા પાડતા હવે તેનાં કેરેક્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરશે અને વૈજયંતી પ્રોડક્શન ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. હાલમાં જ આ પ્રોડક્શન કંપનીને 50 વર્ષ પૂરા થયાં હતાં. આ ફિલ્મ સાયન્સ-ફિક્શન પર આધારિત છે અને ફિલ્મમાં વર્લ્ડ વૉર 3ની વાત કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણ પહેલાં શ્રદ્ધા કપૂરે પ્રભાસ સાથે કામ કર્યું હતું. પ્રભાસ તથા શ્રદ્ધા ફિલ્મ ‘સાહો’માં સાથે જોવા મળ્યાં હતાં. હાલમાં જ પ્રભાસની 20મી ફિલ્મ ‘રાધે શ્યામ’નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પૂજા હેગડે છે. આ ઉપરાંત દીપિકા ફિલ્મ ‘83’માં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે અને આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

Related posts

રણવીરનો ખુલાસો, ‘નહીં કરે દીપિકા પાદુકોણ સાથે લગ્ન’

aapnugujarat

સિદ્ધાર્થ તેમજ જેક્લીન હાલ ફ્લેટની તપાસ કરી રહ્યા છે

aapnugujarat

मैं विदेश नीति पढ़ने में समय बिताती हूं : एंजेलिना

editor

Leave a Comment

UA-96247877-1