Aapnu Gujarat
Uncategorized

શિયાણી ગામમાં મહિલાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના ગર્ભવતી મહિલા પુનમબેન (ઉંમર – ૩૨)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી જવા પામી હતી. હાલ તેઓને સારવાર માટે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. આ મહિલાની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું જાણવા મળ્યું છે. હાલ શિયાણી ગામમાં આરોગ્યની ટીમ, પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. કોરોનાગ્રસ્ત વિસ્તાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ડન કરવામાં આવ્યો છે તેમજ લોકોને પોતાના ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. કોરોના દર્દીના કોન્ટેક્ટ આવેલ વ્યક્તિઓને પીએચસી અથવા સીએચસીએ મેડિકલ ચેકઅપ કરાવવા જણાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં વધારો જોવા મળેલ છે જે ચિંતાનો વિષય છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ ૫૦ ને પાર થઈ ગયા છે.
(તસવીર / અહેવાલ :- ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર)

Related posts

આંતરરાષ્ટ્રીય શિવકથાકાર શ્રી ગિરિબાપુએ સોમનાથ ખાતે ચાલી રહેલી શિવકથામાં રચ્યો ઈતિહાસ

aapnugujarat

यूएस ओपन : उलटफेर का शिकार हुई सिमोना हालेप

aapnugujarat

शानदार कार्य हैदराबाद पुलिस, हम आपको सलाम करते हैं : नेहवाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1