Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલનો વિવાદિત વીડિયો થયો વાયરલ

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર વિજયનગરના ચિઠોડા પોલીસ મથકે દારૂબંધી સામે ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અને ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલની ઉલટી રજૂઆત ચિઠોડા પી.એસ.આઇ.ને જાહેરમાં કરવામાં આવી હતી જેમાં સરકાર અને વહીવટીતંત્ર ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ખાનગી બુટલેગરો દ્વારા દારૂનું વેચાણ થતું હોય ત્યારે સરકાર અને પોલીસ આવા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર બુટલેગરો ઉપર જરૂરી કાર્યવાહી કરતી હોય છે ત્યારે અગાઉ થયેલ ચિઠોડા પોલીસ મથકમાં દારૂના ગુનામાં કોઇ કાર્યવાહી ના કરવી અને કોઈ ગુનો દાખલ ના કરવો તેવી ઉલટી રજૂઆત ચીઠોડા પોલીસ મથકના પી.એસ.આઇ. જોશીને કરવામાં આવી હતી. ઉલટી રજૂઆતને લઈ સ્થાનિક લોકો પણ મૂંઝવણમાં મુકાયા હતા અશ્વિન કોટવાલ દ્વારા કરવામાં આવેલ ઉલટી રજૂઆતનો વિડીયો તમામ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બુટલેગરો પણ વીડિયોમાં કબુલ કરે છે કે અમે દારૂ પીએ છીએ અને દારૂ વેચીયે પણ છે ત્યારે આવી ઘટનાને લઇ બુટલેગરોના વાહરે આવ્યા ગુજરાત વિધાનસભા કોંગ્રેસના દંડક અને ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ.
(અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરસભા દરમિયાન યુવતીને ૫૦૦ રૂપિયા અપાતા વિવાદ

aapnugujarat

સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા હિંમતનગર ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

AMTS બસ સર્વિસ પર ૨૬.૧૧ અબજનું જંગી દેવું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1