Aapnu Gujarat
ગુજરાત

થરામાં પી.યુ.સી સેન્ટર ખોલવામાં આવ્યું..

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોને લઇને વાહન ચાલકોને જરુરીયાત ડોક્યુમેન્ટ જરુરી બનતા એવા કે હેલ્મેટ., પી.યુ.સી., લાઇસન્સ, આર.સી. બુક, વીમા પોલીસી જેવા ડોક્યુમેન્ટ ફરજીયાત હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી ઉઠાવી ડોક્યુમેન્ટ પુરા કરવામાં લાગી ગયા છે. નવા નિયમો ૩૧ ડિસેમ્બર સુધી લંબાવામાં આવ્યાં ેછે. કાંકરેજ તાલુકાના થરા – તાણા રોડ ઉપર પી.યુ.સી. સેન્ટર ખોલવામાં આવ્યું છે જેથી કાંકરેજ તાલુકાની પ્રજા ઘરે બેઠા લાભ મેળવી શકશે. પી.યુ.સી. સેન્ટરના ઉદ્‌ઘાટન બાદ તુરંત જ બાઈકોની લાઈન લાગી હતી જેમાં પહેલાં દિવસે ૯૪ બાઇક ૮ ગાડીની પી.યુ.સી. કાઢવામાં આવી હતી. ડીસા પાલનપુર જવાની જગ્યાએ થરામાં પી.યુ.સી. મળી જતાં બાઈક ચાલકોએ ખુશી વ્યક્ત કરી હતી. ઉદ્‌ઘાટન પ્રસંગે ઘણાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં કાંકરેજ ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા, કાંકરેજ નાયબ મામલતદાર જગદીશ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઇ દેસાઈ સહિત યુવાન મિત્રોએ હાજરી આપી હતી.
(તસવીર /અહેવાલ : મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

લીંબડી ખાતે શરદ પુનમના રોજ નવદુર્ગા નવચંડી મહાયજ્ઞ યોજાયો

editor

હપ્તા ઉઘરાવનારને વેપારીઓએ ધોયો

aapnugujarat

ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1