Aapnu Gujarat
શિક્ષણ

લોકનિકેતન વિનયમંદિર લવાણા બાળકોએ ગાંધી કલા ઉત્સવ ૨૦૧૯માં દબદબો બનાવ્યો

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત સમગ્ર ગુજરાતમાં કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ પૂજ્ય ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં બાળકો પોતાનું ઉમદા પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરી રહ્યા છે ત્યારે લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનયમંદિર લવાણાના બાળકોએ કયૂ.ડી.સી. કક્ષાએ આદર્શ વિદ્યાલય કોટડા ગાંધી કલા-ઉત્સવ ૨૦૧૯માં માધ્યમિક વિભાગમાં કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબરે નિકુલગીરી અરજણગીરી ગોસ્વામી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે, જિજ્ઞાબેન જ્યંતિભાઈ પંચાલ ચિત્રકલામાં, કંચનબેન પ્રહલાદભાઈ પ્રજાપતિ બીજા નંબરે, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હેતલબેન વક્તાભાઈ સુથાર વક્તૃત્વ સ્પર્ધામાં બીજા નંબરે, કાવ્ય લેખનમાં માનસીબેન કિશોરભાઈ ત્રિવેદી બીજા નંબરે આવ્યાં છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા)

Related posts

બાળકો શાળાએ ગયા નથી તેનું નુકસાન ભવિષ્યમાં પડશે

editor

પરિણામથી અસતુંષ્ટ ધો. ૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા

editor

સરકારે નવરાત્રિની વેકેશનની તારીખો બદલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1