Aapnu Gujarat
શિક્ષણ

દિયોદર લાયન્સ ક્લબે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ ઉજવ્યો

આજ રોજ દિયોદર લાયન્સ ક્લબ દ્વારા વખા ગોળીયા પરા પ્રાથમિક શાળા અને દિયોદર પ્રાથમિક શાળા નંબર ૩માં બાળકોને ચોકલેટનું વિતરણ કરી દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. સાથોસાથે બાળકોને પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનો પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે લાયન્સ ક્લબ અધ્યક્ષ પ્રદીપ શાહ, ઉપપ્રમુખ જામાભાઈ પટેલ, વિપુલ જોશી, ઉપપ્રમુખ નરેશ પંચાલ, સહમંત્રી શંભુજી ઠાકોર , પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો સાથે મળી ઉત્સાહ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠાઃ

Related posts

હોમ લર્નિંગ અંતર્ગત ૧૬૫ સજ્જતા વર્ધક કેન્દ્રો શરૂ કરવાનો ગુજરાતમાં સૌપ્રથમ નવતર પ્રયોગ

editor

JEE Main का रिजल्ट हुआ जारी, गुजरात के निसर्ग चड्‌ढा ने किया टॉप

editor

આવતીકાલે ગુજકેટ પરીક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1