Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડકપ જીતવા ઓસ્ટ્રેલિયા તૈયાર

આઇસીસી વર્લ્ડકપની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આ વખતે વર્લ્ડ કપનો તાજ કોઇ જીતશે તેની ચર્ચા દુનિયામાં ક્રિકેટ ચાહકોમાં જોવા મળી રહી છે. આ વખતે ત્રણ ટીમોને હોટફેવરીટ તરીકે ગણવામાં આવે છે. આ ત્રણ ટીમોમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે પણ સૌથી પ્રબળ દાવેદાર ટીમ તરીકે રહેલી છે. વર્લ્ડ કપની સફળતાના પર્યાય ગણાતી ઓસ્ટ્રેલિયન ટીમ બોલ સાથે ચેડા કરવાના મામલે વિવાદના ઘેરામાં આવ્યા બાદ ખુબ ધરખમ ફેરફારો કર્યા છે. ટીમ ખેલના આ મહાસમરમાં છટ્ઠી ટ્રોફી જીતવા માટેના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. છેલ્લા બે વર્ષમાં તેનો દેખાવ સતત સારો રહ્યો નથી. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ એક વર્ષનો પ્રતિબંધનો સામનો કરી ચુક્યા છે. જો કે હાલમાં તેમની વાપસી થયા બાદ ટીમનો નૈતિક જુસ્સો વધી ગયો છે. બંને ખેલાડીઓએ હાલમાં ભારતમાં આઇપીએલમાં પણ જોરદાર દેખાવ કર્યો હતો. ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ ટીમ રહેલી ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો છે. જેમાં વર્ષ ૧૯૯૯થી લઇને ૨૦૦૭ વચ્ચે ત્રણ વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. આ ગાળામાં ઓસ્ટચ્રેલિયનના સવર્ણ યુગની સ્થિતી હતી.૩૦મી મેના દિવસથી વર્લ્ડકપની શરૂઆત થયા બાદ ૧૪મી જુલાઈ વર્લ્ડકપ ચાલશે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું ાયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડકપમાં ૧૦ ટીમોમાં અગાઉના વર્લ્ડકપ કરતા ટીમો ઓછી રહી છે.
૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી. વનડે રેંકિંગમાં ઇંગ્લેન્ડ હાલમાં અન્ય ટોપ ટીમોમાં પ્રથમ સ્થાને છે. હાલની સફળતા બાદ ઇંગ્લેન્ડ પાસેથી ધરખમ દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. યજમાન ટીમ હોવાથી પણ તેની પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી શકાય છે.

Related posts

ગુજરાત લાયન્સને મળી ૧.૫ કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ

aapnugujarat

પાકિસ્તાની ક્રિકેટરોની સેલેરી વધારશે પીસીબી

aapnugujarat

शुरूआत में अंतिम एकादश में न होने से निराश था : रहाणे

editor

Leave a Comment

UA-96247877-1